Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AHMEDABAD : કિડ્સ સિટીમાં રીનોવેશન સાથે નવા આકર્ષણો ઉમેરાશે

11:54 AM Jun 15, 2024 | PARTH PANDYA

AHMEDABAD : અમદાવાદનું કાંકરિયા તળાવ જોવા દૂર દૂર થી લોકો આવે છે. ત્યારે હવે આ તળાવની ફરતે આવેલ કિડ્સ સિટીને રિનોવેટ કરવામાં આવશે. 13 વર્ષ બાદ નવા પ્રકલ્પો લાવવામાં આવશે. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયા બાદ હવે નવીનીકરણ કરવામાં આવનાર છે.

આધુનિકરણ કરવામાં આવશે

અમદાવાદ મહાનગરપાલિકા (AHMEDABAD AMC) દ્વારા કાંકરિયા (KANKARIA BALVATIKA) ના બાલવાટિકાનું રિનોવેશન થઈ રહ્યું છે. ત્યારે હવે બાળકો માટેના કિડ્સ સિટી (KIDS CITY) માં પણ નવીનીકરણ કરવામાં આવશે. આ માટે એકપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે.કાંકરિયા ખાતે છેલ્લા 13 વર્ષથી નાના ભૂલકાઓ માટે કિડ્સ સીટી બનાવવામાં આવ્યું છે. કિડ્ઝ સિટીમાં કાંકરિયામાં ફરવા આવતા પ્રવાસીઓ, નાના બાળકો તેની મુલાકાત લેતા હોય છે. કિડ્સ સીટીની 4000 સ્ક્વેર મીટરની જગ્યામાં તેનું ફરીથી આધુનિકરણ કરવામાં આવશે.

આવકમાં વધારો થશે

કિડ્સ સિટીમાં આધુનિક રમતો સહિતની પ્રવૃત્તિઓ માટે જુદી જુદી જગ્યાએથી આઈડિયા મંગાવ્યા બાદ તેના ઉપર કામ કરવામાં આવશે. જો કે કાંકરિયામાં દર વર્ષે કિડ્સ સીટીની આવક વધતી જાય છે. આધુનિકરણ કર્યા બાદ કિડ્સ સીટી ની આવકમાં ચોક્કસપણે વધારો થશે તેઓ તંત્રનું માનવું છે. હાલ કિડ્સ સિટીમાં બીઆરટીએસ, ફાયર, કોર્ટ, પોલીસ સ્ટેશન સહિત અન્ય થીમ આધારિત એક્ટિવિટી ચાલી રહી છે. આમાં વધારો કરી આધુનિકરણ કરી કિડ્સ સીટી ને વધુ આકર્ષક બનાવવામાં આવશે.

અહેવાલ — રીમા દોશી, અમદાવાદ

આ પણ વાંચો — AHMEDABAD : પાલિકાના અણઘડ વહીવટે લોકોની મુશ્કેલી વધારી