Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : “ખેતરમાં ગાયો કેમ ચારી ?”, કહી મહિલા પર હુમલો

01:28 PM May 29, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇ પોલીસ મથક (DABHOI POLICE STATION) ની હદમાં મહિલાએ તેમના ખેતરમાં ગાયો કેમ ચરાવી કહીને તેના પર લાકડીના ફટકા વરસાવવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે એક શખ્સ સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પત્નીને તમારી સાથે વાત કરવી છે

ડભોઇ પોલીસ મથકમાં મનુભાઇ બાદલભાઇ રાઠોડીયા (રહે. અંટોલી, વસલાવા ફળિયું) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 26 – મે ના રોજ સવારે તેઓ તુવેર આપવા માટે વાઘોડિયા ગયા હતા. અને તેમના પત્ની ગાયો ચલાવવા માટે ઢોલાર ગામની સીમમાં ગયા હતા. દરમિયાન બપોરે ઢોલાર ગામના એક શખ્સનો તેમના પર ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે, તમારી પત્નીને તમારી સાથે વાત કરવી છે. પત્નીએ જણાવ્યું કે, હું ઢોલાર ગામની સીમમાં ડભોઇથી વાઘોડિયા તરફ જતા રોડ પર ઢોર ચરાવતી હતી. દરમિયાન હું છાંયડામાં બેઠી હતી.

તેઓ સ્થળ પર પહોંચ્યા

તે સમયે ભાયા પુરાના મિતેષભાઇ રણછોડભાઇ પટેલે આવીને કહ્યું કે, તે મારા ખેતરમાં ગાયો કેમ ચારી છે ? તેમ કરી માર માર્યો હતો. જેથી તમે આવો. બાદમાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં જઇને પત્નીને ઘટના અંગે પુછ્યું હતું. ત્યારે તેણે જણાવ્યું કે, હું ઢોલાર ગામની સીમમાં ડભોઇથી વાઘોડિયા તરફ જતા રોડ પર ઢોર ચરાવતી હતી. દરમિયાન હું છાંયડામાં બેઠી હતી.

આસપાસના લોકો દોડી આવ્યા

તે સમયે ભાયા પુરાના મિતેષભાઇ રણછોડભાઇ પટેલે આવીને કહ્યું કે, તે મારા ખેતરમાં ગાયો કેમ ચારી છે ? તેમ કહી મને ગાળો બોલવા લાગ્યો હતો. મેં સામે કહ્યું કે, મેં તમારા ખેતરમાં ગાયો ચલાવી નથી. તમે કેમ ગાળો બોલો છો. બાદમાં તે ઉશ્કેરાઇને મારવા દોડ્યો હતો. જેથી મહિલા નજીક રહેલા મજુરો પાસે જતી રહી હતી. તેવામાં મિતેષે ઉશ્કેરાઈને ગાયો ચરાવવાની લાકડી લઇને મહિલાને ફટકા માર્યા હતા. બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને તેમને છોડાવ્યા હતા.

જાનથી મારી નાંખીશ

મિતેષ જતા જતા કહેતો ગયો કે, હવે પછી અમારા ખેતરમાં ગાયો ચરાવવા આવીશ, તો તને જીવતી નહી રહેવા દઉં. અને તને જાનથી મારી નાંખીશ. બાદમાં ઇજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. અને ત્યાર બાદ ડભોઇ પોલીસ મથકમાં મિતેષભાઇ રણછોડભાઇ પટેલ (રહે. ભાયાપુરા, ડભોઇ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો — VADODARA : જરોદ NDRF કેમ્પનો જવાન એકાએક લાપતા