Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bharuch : બાળકી સાથે અડપલાં કરનાર આધેડને લોકોએ જાહેરમાં માર માર્યો

11:15 PM May 22, 2024 | Hiren Dave

Bharuch : ભરૂચના (Bharuch)એક વિસ્તારમાં શાકભાજીનો વ્યવસાય કરનાર સગીરાની છેડતી કરતો હોવાની કેફિયત સામે આવતા બાળકીને શાકભાજી લેવા મોકલી પરિવારજનોએ ચોરી છુપી શાકભાજી વાળની કરતૂત જોઈ સગીરાની છેડતી કરનાર શાકભાજી વાળાને રંગે હાથ સ્થાનિકોએ ઝડપી પાડી ગંભીર પ્રકારનો મેથીપાક ચખાડતા પિતાને બચાવવા પડેલા શાકભાજી વાળાના દીકરાને પણ માર મારતા હોવાના વિડીયો વાયરલ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

 

બાળકીની છેડતી કરનારને ફિલ્મી ઢબે માર મરાયો

ભરૂચના (Bharuch )સ્ટેશન રોડ ઉપરના એક વિસ્તારમા જાહેરમાર્ગ નજીક મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં મોહમદ હુસેન નામનો આધેડ છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય અગાઉ પણ આ શાકભાજી વાળાએ સગીરાની છેડતી કરી હતી.આજે બપોરના 12 વાગ્યાના અરસામાં મામા ના ઘરે વેકેશન કરવા આવેલી 12 વર્ષીય ભાણીને શાકભાજી વાળા મોહમદ હુસેનને ત્યાં આદુ લેવા જવાનું કહેતા સગીરાએ આદુ લેવા નહિ જઉં તેમ કહ્યું હતું અને કેમ નહિ જાય તેમ પૂછતાં શાકભાજી વાળા અંકલ મારી સાથે શરીર ઉપર હાથ ફેરવે છે આ વાત સાંભળી મામા અચંબામાં મુકાઈ ગયા અને સગીર વયની બાળકીને શાકભાજી વાળા પાસે આદુ લેવા મોકલી મામા અને પરિવારના સભ્યોએ ચોરીછૂપી શાકભાજી વાળાની ઉપર નજર રાખતા બાળકી શાકભાજી વાળા પાસે પહોંચતા જ બાળકી ને શાકભાજી વાળા એ પકડી અડપલાં કરતા જ મામા અને પરિવારના સભ્યો શાકભાજી વાળા ને ત્યાં પહોંચી તેને રંગે હાથ ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો અને શાકભાજી વાળાને લોકોના ટોળાથી બચાવવા પડેલા શાકભાજી વાળાના દીકરાને પણ સ્થાનિકોએ ઢોર માર મારી રહ્યા હોવાના વિડીયો વાયરલ થયા છે.

પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો

સમગ્ર મામલા ની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોના મારનો ભોગ બનેલા મોહમદ હુસેનને પોલીસ મથકે લાવવામાં આવતા સગીરાના મામાએ ફરિયાદ દાખલ કરાવાની કવાયત કરી હતી તો સામે શાકભાજી વાળા અને તેના પુત્રને માર મારનાર ટોળા માં દેખાતા લોકો સામે પણ ગુનો દાખલ કરવાની કવાયત કરતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

બાળકીની છેડતી કરનારને ફિલ્મી ઢબે માર મરાયો : વિડીયો વાયરલ

શાકભાજી વાળા ની કરતૂતો નજરે નિહાર નાળાઓનો ગુસ્સો આસમાને પહોંચતા ફિલ્મી ઢબે શાકભાજી વાળાને ટીપી નાંખવા પહોંચ્યા હતા અને નાની માસુમ બાળકીની છેડતી કરનાર આધેડને ઢોર માર મારી ગંભીર ઈજા પહોંચાડી હોય તેવા ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે.જેના પગલે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી શરુ કરી છે.

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ

આ પણ  વાંચો Gandhinagar : મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી કરોડોનું સોનું ગાયબ! HC પહોંચ્યો મામલો

આ પણ  વાંચો- Ahmedabad : આગ ઓકતી ગરમીમાં કેવી રીતે રાખવી કાળજી? જાણો AMA ની ગાઈડલાઈન વિશે

આ પણ  વાંચો- Panchmahal : પરુના ગામની મહિલાઓ ભર ઉનાળે પાણી માટે કરી રહી છે રઝળપાટ