Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat ના CGST કમિશનર Chandrakant Valvi પર જમીન હડપવાનો આક્ષેપ

05:27 PM May 18, 2024 | Hiren Dave

Gujarat : ગુજરાત (Gujarat)ના GST કમિશનર ચંદ્રકાંત વળવી (Chandrakant Valvi))સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હાલમાં અમદાવાદ કાર્યરત જીએસટી કમિશનરે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કંડાટી ખીણમાં આખા ગામની અંદાજિત 620 એકરથી વધુ જમીન ખરીદી હોવાના સ્ફોટક આરોપ થીખળભળાટ વ્યાપી ગયો છે.

 

 

ચંદ્રકાંત વળવી હાલમાં ગુજરાતના અમદાવાદમાં GSTના ચીફ કમિશનર છે

તેમણે તેમના પરિવાર અને સગા-સંબંધીઓ સાથે મળીને મહાબળેશ્વર પાસેના ઝડાણી ગામની આખી જમીન ખરીદી લીધી છે. આનાથી ત્યાંની 620 એકર જમીન લઈ લીઘી હોવાની માહિતી બહાર આવી છે હાલમાં આ (Mahabaleshwar) અંતરિયાળ વિસ્તારોમાં બિનઅધિકૃત બાંધકામ, ખોદકામ,વૃક્ષો કાપવા,ગેરકાયદેસર રસ્તાઓ અને જંગલની સીમામાંથી વીજ પુરવઠો આપવાના કારણે પર્યાવરણને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી આ ગામની આજુબાજુમાં ગેરકાયદે બાંધકામ, મોટા પાયે ખાણકામ અને ખોદકામ ચાલી રહ્યું છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વહીવટીતંત્રના કોઈ તત્ત્વને તેની કોઈ જાણકારી નહોતી. આનાથી એ ભયાનક વાસ્તવિકતા છતી થઈ છે કે કોઈ સરકારી અધિકારી અહિયાં તપાસ કરવા આવતા નથી.

 

સામાજિક કાર્યકર્તા સુશાંત મોરેએ આક્ષેપો કર્યા હતા કે  આ કાયદાઓનું ઉલ્લંઘન કુદરતી સંસાધનો અને પર્યાવરણ માટે ગંભીર ખતરો છે. આ ઉલ્લંઘનોથી ગંભીર પરિણામો આવી રહ્યા છે.જેમાં જૈવ વિવિધતા, હવા અને જળ પ્રદૂષણ અને આબોહવા પરિવર્તનનો સમાવેશ થાય છે. આજુબાજુમાં છેલ્લા 3 વર્ષથી મોટા પાયે ખનન અને ખાણકામ ચાલી રહ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વહીવટીતંત્રને આ અંગેની જાણ સુદ્ધાં નથી. આનાથી ભયાનક વાસ્તવિકતા સામે આવી છે કે કોઈ સરકારી અધિકારી તપાસ કરવા આવતા નથી.

 

આ પણ  વાંચો  – VADODARA : મંદિરની આરતી પણ તસ્કરોએ ન છોડી

આ પણ  વાંચો  – VADODARA : વાછરડા જોડે ખોટું થતા પહેલા જ બચાવ

આ પણ  વાંચો  – Ahmedabad : દરિયાપુરમાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો