Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ચૂંટણી પૂર્ણ થતા ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં

11:05 AM May 18, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં લોકસભા અને વિધાનસભની પેટા ચૂંટણી પૂર્ણ થતા જ ઇનકમટેક્સ વિભાગ એક્શન (INCOMETAX IN ACTION – VADODARA) માં આવ્યું હોવાનું સામે આવ્યું છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા માધવ ગ્રુપ Madhav Group) ની ઓફિસે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. માધવ ગ્રુપ વિજ ઉદ્યોગ સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળી રહ્યું છે.

હથિયાર ધારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

તાજેતરમાં વડોદરામાં લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. હાલ દેશના અલગ અલગ બેઠકો પર તબક્કાવાર રીતે ચૂંટણી યોજાઇ રહી છે. તેવામાં આજે ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં આવ્યું છે. વડોદરાના માધવ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. કંપનીની સુભાનપુરા વિસ્તારમાં કોર્પોરેટ ઓફિસ આવેલી છે. આજે સવારથી જ ઓફિસ બહાર હથિયાર ધારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મુખ્ય ઓફિસ સુભાનપુરામાં

સુત્રો જણાવી રહ્યા છે કે, માધન ગ્રુપ કંપની વિજ ઉત્પાદન, રીયલ એસ્ટેટ સહિતના ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તેના એમડી અશોક ખુરાના છે. કંપનીની મુખ્ય ઓફિસ સુભાનપુરા વિસ્તારમાં આવેલી છે. કંપની દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. કંપની વડોદરા સિવાય બેંગલુરૂ, ભોપાલ અને દહેરાદુનમાં પોતાની બ્રાન્ચ ઓફિસ ધરાવે છે. સુત્રો જણાવી રહ્યા છે કે, કંપની સંબંધિત 27 લોકેશન પર કાર્યવાહી ચાલી રહી છે. આ એક મેગા સર્ચ ઓપરેશન છે. ગુજરાતમાં અમદાવાદ અને વડોદરામાં કામગીરી ચાલી રહી છે.

સઘન તપાસ હાથ ધરવામાં આવી

કંપની પર ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા જુના હિસાબી રેકોર્ડ, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતનાની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીના અંતે ટીમને મોટી કરચોરી પકડી પાડવામાં સફળતા મળવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આ મામલે આગળ તપાસમાં શું ખુલે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો — Madresa : રાજ્યની 1130 જેટલી મદરેસાનો સર્વે કરવાનો શિક્ષણ વિભાગનો આદેશ