Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GUJARAT RAIN : ગુજરાતના વિવિધ જિલ્લામાં કરાં સાથે ધોધમાર વરસાદ

07:28 PM May 16, 2024 | Hiren Dave

GUJARAT RAIN : ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે.તો બીજી તરફ મહેસાણા,અમરેલી અને કચ્છમાં વરસાદી માહોલ (GUJARAT RAIN)જોવા મળ્યો છે.કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે,હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે છે.રાજકોટ,ચોટીલા,મોરબી,અમદાવાદમાં વરસાદ પડી શકે છે.કચ્છમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડે છે.

મોરબીમાં જાહેરાત માટેના હોર્ડિંગ્સ બન્યા જોખમી

મોરબીમાં ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ જામળ્યો છે.ભારે પવનથી હોર્ડિંગ ઉડયું હતુ.મહેન્દ્રનગર ચોકડી પાસે પવનથી હોર્ડિંગ તૂટવાની ઘટના સામે આવી હતી,હોર્ડિંગ નીચે પડતા બાઇક ચાલક માંડ માંડ બચ્યો હતો,તો ચોમાસા પહેલા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. ત્યારે કોટન મિલમા વરસાદ અને ભારે પવનને લઈને નુકસાન

કચ્છમાં વરસાદ

સામખિયાળીના કાંઠા વિસ્તારમાં વરસાદ થયો છે.ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે,લોકોને ગરમીમાંથી રાહત તો મળી છે પણ કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.સામખિયાળી સહિત કાંઠા વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે.અંજાર તાલુકાના ચાંદરાણી નખત્રાણા તાલુકાના કોટડા જડોદર,ભચાઉ તાલુકાના શિકરા દુધઈ,ભુજ તાલુકાના લોડાઈ ઉગેડી દેવપરગઢ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

દેશમાં ચોમાસું વહેલું બેસી જશે

હવામાન વિભાગે ચોમાસાના લઈને પૂર્વાનુમાન કર્યું છે. જેને લઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગરમીમાંથી રાહત મળશે અને દેશમાં ચોમાસું વહેલું બેસી જશે. માત્ર 14 દિવસમાં ચોમાસું કેરળ પહોંચી જશે. 26 મેએ કેરળમાં ચોમાસું પહોંચવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે ગુજરાતના વલસાડથી 15  જૂનથી  ચોમાસાની  શરૂઆત  થશે.

આજના દિવસે ક્યાં વરસાદ પાડવાની આગાહી છે

ગઇકાલે આગાહી અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને બનાસકાંઠામાં વરસાદ પડ્યો હતો. તો આજે અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.

આ  પણ  વાંચો  VADODARA : ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા દબાણ મુક્ત કરવા પોલીસ એક્શનમાં

આ  પણ  વાંચો  – Ahmedabad Police : હેડ કૉન્સ્ટેબલ પર હુમલાના કેસમાં DG ઑફિસે માગ્યો ખૂલાસો

આ  પણ  વાંચો  VADODARA : ભંગારના ધંધામાં કમાઇ લેવા માટે ભારે નાટક કર્યું