Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AMTS Bus : અમદાવાદીઓ આનંદો..! શહેરમાં આ દિવસથી દોડતી થશે AMTS ની નવીનકોર AC બસ

04:15 PM May 15, 2024 | Vipul Sen

AMTS Bus : અમદાવાદીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. શહેરીજનો માટે જીવાદોરી સમાન એવી AMTS બસોને લઈ એક મોટા અપડેટ આવ્યા છે. હવે નાગરિકો AMTC ની AC બસમાં જલદી મુસાફરી કરી શકશે. આવતા મહિનાની 4 તારીખે એટલે કે 4 જૂનના રોજ ચૂંટણી (Lok Sabha elections) પરિણામ આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા AC બસને લીલી ઝંડી આપવામાં આવશે.

અમદાવાદમાં (Ahmedabad) વર્ષોથી દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં શહેરીજનો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS Bus) ની બસોમાં મુસાફરી કરે છે. AMTS ની બસો નોકરીયાત વર્ગ સહિત અન્ય નાગરિકો માટે જીવાદોરી સમાન છે. મુસાફરોની સંખ્યા અને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને AMTS બસોમાં જરૂરી અપડેશન કરવામાં આવે છે. ત્યારે હવે AMTS તંત્ર દ્વારા વધુ એક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જે મુજબ હવે AMTS બસોમાં મુસાફરી કરતા યાત્રીઓને AC બસની સુવિધા મળશે.

AMTS કમિટીના ચેરમેન ધરમસી દેસાઈ

ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ 20 AC બસ દોડતી થશે

માહિતી મુજબ, હવે જલદી AMTS ની AC બસો શહેરના માર્ગો પર દોડતી જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (Ahmedabad Municipal Transport Service) દ્વારા AC બસની શરૂઆત કરવામાં આવી રહી છે. આવતા મહિનાની 4 તારીખે એટલે કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ AMTS દ્વારા AC બસોને (AMTS Bus) લીલી ઝંડી આપવામાં આવશે. AMTS દ્વારા શહેરમાં 100 જેટલી AC બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાંથી 20 બસ જૂન મહિનામાં શરૂ કરવામાં આવશે. તેમ AMTS કમિટીના ચેરમેન ધરમસી દેસાઈએ જણાવ્યું હતું.

 

આ પણ વાંચો – Surat : પીપલોદમાં મોંધીદાટ મર્સિડીઝ કાર પૂરઝડપે BRTS રૂટમાં ધડાકાભેર ધૂસી, જુઓ video

આ પણ વાંચો – Ahmedabad : કોઈ સરનામું પૂછે તો ચેતજો! બાઇકસવાર 3 ગઠિયા આધેડનો ફોન ચોરી ફરાર, ઘટના CCTV માં કેદ

આ પણ વાંચો – Anand : 243 આચાર્યો અને શિક્ષણાધિકારીએ મળીને ચોપડ્યો કરોડો ચૂનો…!