Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : વિજ કરંટ “ગૌધન” માટે બન્યો કાળ

05:32 PM May 15, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા પાસે વિજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. વાઘોડિયા વિસ્તારમાં આવેલા વિજ કંપનીના ડીપી નજીક આકસ્મિક કરંટ આવતા પસાર થતી ગાયો ભડકી ગઇ હતી. જે પૈકી બે ગાયો નીચે પડી હતી. અને તેઓ અચાનક તડફડિયા મારવા લાગી હતી. આ ઘટનામાં ધ્યાને આવ્યું કે, કરંટ લાગતા બે ગાયોનું મૃત્યું થયું છે. સમગ્ર ઘટનાને લઇને વાઘોડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. મૃતક ગાયો સાત માસની ગભાણ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

કાંકરેજ અને જર્સી બ્રિડની ગાય ગુમાવી

શાંતિલાલ ભીખાભાઇ રબારી (રહે. રબારી ફળિયુ, ખંધા રોડ. વાઘોડિયા) એ વાઘોડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, 13 , મે ના રોજ વાઘોડિયા વાઘનાથ મંદિર નજીક રસ્તા પર આવેલા વિજ કંપનીના પોલ પર ડિપી લગાડવામાં આવ્યું હતું. જે જગ્યાની બાજુમાંથી પશુપાલકની ગાયો પસાર થઇ રહી હતી. હાલમાં વરસાદ પડ્યો હોવાથી ઇલેક્ટ્રીક ડીપી પાસે આકસ્મિક કરંટ આવતા ગાયો ભડકી ગઇ હતી. જેમાંથી બે ગાયો નીચે પડી ગઇ હતી. અને તડફડિયા મારવા લાગી હતી. બાદમાં કરંટ લાગતા ગાયો આ સ્થિતીમાં મુકાઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ઘટનામાં પશુપાલકે કાંકરેજ અને જર્સી બ્રિડની ગાય ગુમાવી છે. બંને હાલમાં સાત માસની ગાભણ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સત્તાધીશો સામે પણ કાર્યવાહીની માંગ

આમ, વિજ કંપનીની બેદરકારીને લઇને મુંગા પશુઓએ જીવ ગુમાવવાનો વારો આવતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સાથે જ વિજ કંપનીના જવાબદાર સત્તાધીશો સામે પણ કાર્યવાહી થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો — VADODARA : “તુ રેડ પડાવે છે”, ખનીજચોરીની બાતમી આપનાર પર હુમલો