Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Nadiad : ચૌલક્રિયામાં વરઘોડામાં અચાનક કાર ઘૂસી, 7 મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ચાલક ફરાર

12:56 PM May 15, 2024 | Vipul Sen

ખેડા જિલ્લાના નડિયાદમાં (Nadiad) એક કારચાલકે 7 મહિલાઓને અડફેટે લેતા મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જીને ચાલક કાર મૂકીને ફરાર થયો હતો. જ્યારે, ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ચૌલક્રિયામાં આયોજિત વરઘોડામાં કારચાલકે આ ગોઝારો અકસ્માત (Road Accident) સર્જ્યો હતો. આ મામલે ચકલાસી પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં 7 મહિલાઓ ઇજાગ્રસ્ત

ખેડા (Kheda) જિલ્લાના નડિયાદ Nadiad) તાલુકાના મોગરોલી ગામમાં રહેતા સરસ્વતીબેન પરમાર કુટુંબી વિજયભાઈ પરમારના દીકરાની ચૌલક્રિયામાં ગયા હતા. ચૌલક્રિયામાં વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વરઘોડો ગામમાંથી નીકળી ગામના તળાવની પાર પાસે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચ્યો હતો. દરમિયાન, એક કારચાલક તેની કાર કાઢવા જતાં 7 જેટલી મહિલાઓને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતને (Road Accident) પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું. ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

વધુ સારવાર માટે 3 ને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ

ફરાર કારચાલક સામે ગુનો

માહિતી મુજબ, ઇજાગ્રસ્ત સરસ્વતીબેન, સવિતાબેન, મંજુલાબેન, સકુબેન, લીલાબેન સહિત અન્ય બે બહેનોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે વધુ સારવાર અર્થે સકુબેન પરમાર, લીલાબેન પરમાર અને મંજુલાબેનને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જીને ચાલક કાર મૂકીને ફરાર થયો હતો. આ સમગ્ર ઘટનામાં ચકલાસી પોલીસે (Chaklasi police) ફરાર કારચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.

 

આ પણ વાંચો – fake mark sheet scam : નકલી માર્કશીટના મસમોટા કૌભાંડમાં આરોપી ગૌરાંગ પટેલ મુક્ત! વાંચો વિગત

આ પણ વાંચો – Narmada : નર્મદા નદીમાં ડૂબી ગયેલા 7 લોકોની હજું પણ શોધખોળ

આ પણ વાંચો – Vadodara : વિધવા મહિલા સાથે દુષ્કર્મ મામલે BJP ના પૂર્વ ધારાસભ્યના પૂર્વ PA ની ધરપકડ