Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : લોકસભા ઉમેદવાર બન્યા “મતદાર”, કતારમાં જોડાઇ કર્યું મતદાન

08:58 AM May 07, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર (VADODARA LOKSABHA BJP CANDIDATE) આજે મતદાર (VOTER) બનીને કતારમાં જોડાયા છે. છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી પ્રચાર કરનારા ઉમેદવાર ડો. હેમાંગ જોશી આજે મતદાર બનીના કતારમાં જોડાયા છે, અને અન્ય લોકોને પણ કતારની પહવાહ કર્યા વગર મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો છે. અંદાજીત 45 મીનીટ કતારમાં રહ્યા બાદ તેમણે મતદાન કર્યું છે. કોંગ્રેસના ઉમેદવાર વડોદરા લોકસભા બેઠકના મતદાર નહિ હોવાથી તેઓ અન્યત્રે મતદાન કરશે, તેમ સુત્રોએ જણાવ્યું છે.

પ્રચાર અન્યને ઝાંખો પાડી દે તેવો

રાજ્યમાં આજે લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મતદાન યોજાવવા જઇ રહ્યું છે. દેશમાં આજે લોકસભાની ચૂંટણીને લઇને ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. વડોદરામાં પ્રથમ ભાજપ અને ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા લોકસભા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના લોકસભા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોને ઝાંખો પાડી દે તેવો હતો. 48 કલાક પહેલા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા હતા.

પત્ની સાથે કતારમાં લાગ્યા

આજે વડોદરા બેઠક પર ભાજપના લોકસભા ઉમેદવાર વહેલી સવારે હરણી સ્થિતી હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. અને તેમણે આશીર્વાદ લીધા હતા. જે બાદ તેઓ વેમાલી ખાતેની શાળાના મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમનું ફુલ હાર અને કંકુ ચોખાના તિલક સાથે વધાવવામાં આવ્યા હતા. જે બાદ તેઓ તેમના પત્ની સાથે કતારમાં લાગ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, અંદાજીત 45 મીનીટ કતારમાં ઉભા રહ્યા બાદ તેમનો નંબર આવ્યો હતો. મતદાનમથક બહાર મતદાતાઓની લાંબી કતારો જોઇને તેઓ ખુબ ખુશ થયા હતા.

સાદગીનો પરિચય કરાવ્યો

આમ, વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી આજે મતદાર બન્યા છે. અને સામાન્ય માણસની જેમ મતદાન મથક બહાર લાંબી કતારમાં રહી પોતાનો મત આપ્યો છે. સાથે જ મતદાતાઓને પણ પોતાની સાદગીનો પરિચય કરાવ્યો છે.

આ પણ વાંચો — VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર મંદિરે દર્શન કરી મતદાન કરવા રવાના, જાણો શું કહ્યું