Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA – લોકસભા ઉમેદવારોનો છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર

01:31 PM May 05, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા લોકસભા (VADODARA LOKSABHA SEAT) બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છેલ્લી ઘડી સુધી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જવાના છે. તે પહેલા બંને પક્ષના ઉમેદવારો દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગત સાંજે ભાજપના ઉમેદવારે જંગી રેલી યોજી હતી, આજે સવારે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ન્યાય યાત્રા સ્વરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં લોકો જોડાયા

વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. જેને લઇને આજ સાંજથી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. પરંતુ તે પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગતરોજ ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીના સમર્થનમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ડો. હેમાંગ જોશીને ભારે જનસમર્થન પ્રાપ્ત થયું હતું. આ રેલીમાં ભાજપના ચૂંટાયેલા નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને રેલીને ભવ્ય બનાવી હતી. રેલી સાંજે શરૂ થઇને રાત્રે સંપન્ન થઇ હતી.

ઉમેદવારો લોકો સુધી પહોંચવા પ્રયત્નશીલ

આજે સવારે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર દ્વારા આજે સવારે વિજય વિશ્વાસ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્પના સિનેમાથી લઇને શરાફી હોલ સુધીની મહારેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. આમ, અંતિમ દિવસ પહેલા સુધી ઉમેદવારો લોકો સુધી પહોંચવા માટે સતત પ્રયત્નશીલ જણાતા હતા. આજ સાંજથી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. 7 મે ના રોજ વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા માટે મતદાન યોજાવવા જઇ રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરી નાગરિક ધર્મ નિભાવવા અપીલ