Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘Ek Ka Tin’ scam : મહાઠગ અશોક જાડેજાનો એજન્ટ 15 વર્ષે રાજસ્થાનથી ઝડપાયો, 27 ગુનામાં હતો ફરાર

11:42 AM May 04, 2024 | Vipul Sen

અમદાવાદમાં વર્ષો જૂના ‘એક કા તીન’ કૌભાંડ (‘Ek Ka Tin’ scam) મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે મહાઠગ અશોક જાડેજાના (Ashok Jadeja) વધુ એક સાગરીતની કૌભાંડના 15 વર્ષ બાદ ધરપકડ કરી છે. માહિતી મુજબ, પોલીસે આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીને પકડવા માટે સરકારે રૂ. 20 હજારના ઇનામની જાહેરાત પણ કરી હતી.

27 ગુનામાં 15 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

અમદાવાદમાં (Ahmedabad) સરખેજ મકરબાના (Makarba) વર્ષો જૂના મહાઠગ અશોક જાડેજાના ‘એક કા તીન’ કૌભાંડ (‘Ek Ka Tin’ scam) મામલે શહેર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. કૌભાંડ બાદ અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો અને વોન્ટેડ આરોપી કિશોર છારા (Kishore Chara) હવે કૌભાંડના 15 વર્ષ બાદ રાજસ્થાનમાંથી (Rajasthan) ઝડપાયો છે. કિશોર છારા પર સરકારે રૂ. 20 હજારના ઇનામની જાહેરાત કરી હતી. માહિતી મુજબ, કિશોર છારા 27 ગુનામાં 15 વર્ષથી ફરાર હતો. ત્યારે હવે તેની ધરપકડ કરવામાં આવી છે. કિશોર અશોક જાડેજા માટે એજન્ટ કરીકે કામ કરતો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અશોક જાડેજાના કલેક્શન સેંટરો પર લોકોની લાંબી લાઈનો લાગતી

જણાવી દઈએ કે, અંદાજે 15 વર્ષ પહેલા અમદાવાદના સરખેજ (Sarkhej) ગામના મકરબામાં રહેતા અશોક જાડેજાએ (Ashok Jadeja) ‘એક કા તીન’ સ્કીમ હેઠળ લોકોને 3 દિવસમાં 3 ગણા રૂપિયા આપવાની લાલચ આપી મસમોટું કૌભાંડ આચર્યું હતું. અશોક જાડેજાની આ સ્કીમની લાલચમાં મોટી સંખ્યામાં લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, અશોક જાડેજા દ્વારા કલકેશન સેન્ટરો પણ શરૂ કરાયા હતા, જે 24 કલાક ચાલુ રહેતા હતા. આ સેન્ટરો પર લોકોની લાંબી લાઈનો લાગતી હતી. અશોક જાડેજાના એજન્ટો રૂપિયા લઈને લોકોને ચિઠ્ઠી આપતા હતા. શરૂઆતમાં લોકો રૂપિયા ચૂકવવામાં આવતા પરંતુ, જ્યારે કરોડો રૂપિયાનું કલેક્શન થયું તો અશોક જાડેજાએ કૌભાંડ આચર્યું હતું અને ફરાર થયો હતો. આખરે પોલીસે તેની શોખખોળ કરી ધરપકડ કરી હતી.

 

આ પણ વાંચો – Rajkot : પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ ગળે બ્લેડ ફેરવી દીધી, યુવતીનું મોત

આ પણ વાંચો – Gujarat High Court : પોલીસ કમિશનરના જાહેરનામાને પડકારતી અરજી ફગાવાઇ

આ પણ વાંચો – BHARUCH : પોલીસ હેડક્વાર્ટરમાં જ પોલીસકર્મીએ લીધો પોતાનો જીવ, આવું કરવા પાછળનું કારણ જાણી ચોંકી જશો