Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : “…તો ખબર પડે તારી શું તાકાત છે”, ધર્મેન્દ્રસિંહનો વળતો પ્રહાર

04:44 PM May 02, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી (VADODARA LOKSABHA GENERAL ELECTION – 2024) અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી (WAGHODIA VIDHANSABHA BY ELECTION) યોજાઇ રહી છે. વાઘોડિયા બેઠક પર પહેલા અપક્ષ ચૂંટાઇને આવેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (DHARMENDRASINH VAGHELA) રાજીનામું આપીને ભાજપ (BJP) માં જોડાતા પાર્ટીએ પેટા ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (EX. MLA – MADHU SHRIVASTAV) કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. તાજેતરમાં મધુ શ્રીવાસ્તવના ફાયરીંગ કરવા, તથા અડધી રાત્રે ચૌદમું રતન બતાવવાના વિવાદીત નિવેદન સામે આવ્યા છે. ત્યારે આજે ધર્મેન્દ્રસિંહે વળતો જવાબ આપતા કહ્યું કે, તે વિવાદીત બયાન આપીને ચર્ચામાં રહે છે.

મધુ શ્રીવાસ્તવે કોંગી ઉમેદવારને ટેકો જાહેર કર્યો

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર રસાકરી ભરી ચૂંટણી યોજાઇ રહી છે. અગાઉની ચૂંટણીમાં ભાજપે 6 ટર્મથી ધારાસભ્ય એવા મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપ્યું હતું. તો તેમણે અંતિમ ઘડીએ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવી હાર્યા હતા. બીજી તરફ ભાજપના ઉમેદવાર હાર્યા હતા. અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઇ હતી. તેમણે રાજીનામું આપતા વધુ એક વખત ચૂંટણી યોજાવવા જઇ રહી છે. ભાજપે આ વખતે ધર્મેન્દ્રસિંહને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. કોંગ્રેસે પીઢ નેતા કનુભાઇ ગોહિલ પર દાવ ખેલ્યો છે. તો પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગી ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. તાજેતરમાં મધુ શ્રીવાસ્તવના ફાયરીંગ કરવા અને અડધી રાત્રે ચૌદમું રતન બતાવવાના વિવાદીત નિવેદન બાદ આજે ધર્મેન્દ્રસિંહે વળતો પ્રહાર કર્યો છે.

તેણે કોઇને ઝાપટ પણ નથી મારી

ભાજપના વાઘોડિયા વિધાનસભા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જણાવે છે કે, ક્ષત્રિય સમાજ કોઇ દિવસ ફાયરીંગથી ગભરાયો નથી. ક્ષત્રિય સમાજ હંમેશા લોકો માટે લડતો આવ્યો છે. સમાજે લોકહિત માટે પોતાના બલિદાનો આપ્યા છે. વિવાદીત બયાન કરીને તેણે ક્ષત્રિય સમાજનના લોકોનું આપનામ કર્યું છે. હું તેને કહેવા માંગુ છું, તારામાં તાકાત હોય તો કોઇ પણ ક્ષત્રિય સમાજના વ્યક્તિની સામે ફાયરીંગ કરી જો. તો ખબર પડે કે તારી શું તાકાત છે. આજસુધી તેણે કોઇને ઝાપટ પણ નથી મારી. ફાયરીંગની વાત તો દુર છે. આવા વિવાદીત બયાન કરીને પોતે ચર્ચામાં રહીને તે કોંગ્રેસને ડુબાડવાના કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો — VADODARA : “કોઇ કોલર પકડે….ફાયરીંગ ના કરૂ તો મધુ શ્રીવાસ્તવ નહિ”, દબંગના આકરા તેવર