Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : BJP ના રોડસાઇડ લગાવેલા બેનરો ફાડતા વિવાદ

10:37 AM May 02, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION -2024) અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી (WAGHODIA VIDHANSABHA BY ELECTION) ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ત્યારે અજાણ્યા ઇસમ દ્વારા ભાજપ (BJP) ના રોડસાઇડ લગાડવામાં આવેલો બેનરો ફાડ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જેને લઇને વાઘોડિયા પોલીસ મથક (WAGHODIA POLICE STATION) માં નોન કોગ્નીઝેબલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસ દ્વારા આ મામલે તપાસ તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રેલી, ફેરણી પોસ્ટરો અને બેનરોનો સહારો

વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીઓની તૈયારીઓ હવે આખરી ચરણમાં છે. 7, મે ના રોજ બંને બેઠકો માટે મતદાન યોજાવવા જઇ રહ્યું છે. ત્યારે બંને પાર્ટીઓ દ્વારા પુરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ લોકો સુધી પહોંચાય તે માટે રેલી, ફેરણી પોસ્ટરો અને બેનરોનો સહારો લેવામાં આવી રહ્યો છે. ત્યારે વાઘોડિયામાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે ભાજપના પોસ્ટરો ફાડવામાં આવ્યા હોવાની ઘટના પોલીસ મથક પહોંચી છે. જે બાદ વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અધવચ્ચેથી ફાડી નાંખવામાં આવ્યા

પ્રાપ્ત પ્રાથમિત વિગતો અનુસાર, વાઘોડિયા પોલીસ મથક વિસ્તારમાં ભાજપ દ્વારા કમલાપુરા, પીપળીયા, બાકરોલ ફાર્મ પાસે જવાના રસ્તે તથા આમોદર ગામ પાસે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના લગતા બેનર રોડની સાઇડમાં અલગ અલગ જગ્યાએ લગાડ્યા હતા. દમિયાન 30 એપ્રીલ રાતથી 1, મે સવાર વચ્ચે અજાણ્યા ઇસમો દ્વારા આ બેનર અધવચ્ચેથી ફાડી નાંખવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું.

કાર્યવાહી તેજ કરવામાં આવી

આ વાત ધ્યાને આવતા જ કૃણાલ અશોકભાઇ પટેલ (રહે. નવાપુરા, વાઘોડિયા) દ્વારા વાઘોડિયા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને આ કૃત્ય કરનાર શખ્સની જલ્દીથી અટકાયત કરવા માટે કાર્યવાહી તેજ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો — VADODARA : “કોઇ કોલર પકડે….ફાયરીંગ ના કરૂ તો મધુ શ્રીવાસ્તવ નહિ”, દબંગના આકરા તેવર