Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mehsana : કૈયલ ગામના મંદિરમાં લાગી ભીષણ આગ, તંત્ર કામે લાગ્યું

10:55 PM Apr 27, 2024 | Hiren Dave

Mehsana: મહેસાણા (Mehsana)કૈયલ ગામે (kaiyal village)વેરાઈ માતાના મંદિરમાં ભયંકર આગ ફાટી નીકળી હતી અને પળભરમાં આખે આખુ મંદિર ભળભળ સળગી ઉઠ્યુ હતુ. મળતી માહિતી મુજબ મહેસાણાના કૈયલ માતા મંદિરમાં શોર્ટ સર્કિટના (short circuit)કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાવહ હતી કે જોનારા દરેક લોકો દંગ રહી ગયા છે. આગના કારણે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા ફેલાયા હતા. આ ઘટનાની જાણ થતા જ કડી, મહેસાણાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોચી આગ પર નિયંત્રણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

મહેસાણાના (Mehsana) કડી તાલુકાના કૈયલ ગામમાં (kaiyal village)આવેલ મંદિરમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. કૈયલ ગામના વેરાઈ માતાના મંદિરમાં લાગેલી આગનો વીડિયો સામે આવ્યો છે. આ આગની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી.

વેરાઈ માતાજીના મંદિરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી મળી રહી છે લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ, આગની ઘટનાની જાણ થતાં જ મહેસાણા અને કડી નગરપાલિકાના ફાયરફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આ  પણ  વાંચો – Gandhinagar : વડસર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, BCCIના સેક્રેટરી રહ્યા ઉપસ્થિત

આ  પણ  વાંચો Dwarka Accident: સરકારનું કામ ગામ લોકોએ હાથ ધર્યું અને બે લોકો કૂવામાં મોતને….

આ  પણ  વાંચો – SURAT : રણબીર કપૂરનાં કાર્યક્રમમાં પડાપડી, 20 લોકો ઇજાગ્રસ્ત