Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : એક જ ટ્રક બે વખત અકસ્માતનો ભોગ બન્યો

10:36 AM Mar 30, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે લોખંડનો સ્ક્રેપ સુરત લઇ જતો ટ્રક એક જ રાતમાં બે અકસ્માતનો ભોગ બન્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રથમ ઘટનામાં અને ટ્રકનું ટાયર ફાટતા ડિવાઇડર પર ચઢી જાય છે. અને તેને કંટ્રોલ કરવા જતા રસ્તા પર આડો ઉભો થઇ જાય છે. આ ઘટના બાદ થોડી વારમાં અન્ય ટ્રકની ટક્કર લાગતા અકસ્માત સર્જાય છે. જેમાં ટ્રકની બોડી દબાઇ જતા ચાલક ફસાઇ જાય છે. આખરે ઉપરોક્ત મામલે ટ્રક નંબરના આધારે ચાલક સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ટાયર ફાટી જતા ટ્રક લોખંડના એંગલવાળા ડિવાઇડર પર ચઢી જાય છે

કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં સબિરખાન અહમદ ખાન સમૈયા (ઉં. 25) (રહે. ઇટાદા, બાડમેર, રાજસ્થાન) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ડ્રાઇવીંગ કરે છે. ચાર મહિનાથી નિરક્ષણ રોડવેઝની કંપનીમાં કામ કરે છે. 28 માર્ચે ગાંધીધામમાંથી લોખંડનો સ્ક્રેપનો માલ ભરી તે સુરત જવા નિકળે છે. ટ્રક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ થઇને 29 માર્ચે વહેલી સવારે માતર ટોલનાકા નજીક પહોંચે છે. ત્યાં ટ્રકનું ટાયર ફાટી જતા ટ્રક લોખંડના એંગલવાળા ડિવાઇડર પર ચઢી જાય છે. તેવામાં ટ્રકના સ્ટેરીંગનું બેલન્સરાડ તુટી જતા ટ્રક બેકાબુ થઇ જાય છે. અને જેથી તે ટ્રકને બ્રેક મારીને કાબુ કરી લે છે. તેવામાં ટ્રક રોડ પર આડી થઇ જાય છે. આ સ્થિતીમાં ટ્રક પાછળ કે બાજુમાં થઇ શકે તેમ ન્હોતું. જેથી તે ટ્રકની પાર્કિંગ લાઇટ ચાલુ કરી દે છે.

લોખંડનું સ્ક્રેપ નીચે પડી જાય છે

અને કન્ડક્ટરને માતર ટોલનાકા તરફ મદદ મેળવવા માટે મોકલી આપે છે. અને તે ફોનની લાઇટ ચાલુ કરીને ટ્રક પર ઉભા રહે છે. તેવામાં વડોદરા તરફથી આવતી એક ટ્રક આ ઉભા રહેલા ટ્રકને જોરદાર ટક્કર મારે છે. આ ટક્કરમાં અગાઉથી રોડ પર ઉભેલો ટ્રક થોડો સાઇડમાં ખસી જાય છે. અને તેમાં ભરેલુ લોખંડનું સ્ક્રેપ નીચે પડી જાય છે. આ ઘટનામાં એક્સીડન્ટ કરનાર ટ્રકની આગળની બોડી દબાઇ જાય છે. અને તેમાં ડ્રાઇવર ફસાઇ જાય છે. આ અંગે હેલ્પ લાઇન અને પોલીસ કંટ્રોલ નંબર પર જાણ કરવામાં આવે છે. જે બાદ થોડીક જ વારમાં ટોલ નાકાનો સ્ટાફ ઘટના સ્થળે આવે છે. અને ટ્રકમાં ફસાઇ ગયેલા ડ્રાઇવરને રેસ્ક્યૂ કરીને બહાર કાઢે છે. આ ટ્રકના ડ્રાઇવરને પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે.

ટ્રક ચાલકે ફરિયાદ નોંધાવી

આખરે ઉપરોક્ત મામલે ટ્રકના નંબરના આધારે ચાલક સામે કરજણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, જે ટ્રક ચાલકે ફરિયાદ નોંધાવી છે તેનો ટ્રક બે વખત અકસ્માતનો ભોગ બને છે. એક વખત ટ્રકનું ટાયર ફાટતા લોખંડના એંગલવાળા ડિવાઇડર પર ટ્રક ચઢી જાય છે. તેને કાબુમાં કરતા ટ્રકના સ્ટેયરીંગનું બેલસન્સરાડ તુટી જાય છે. અને બીજા અકસ્માતમાં અન્ય ટ્રક ભકટાઇ જાય છે.

આ પણ વાંચો — Yusuf Pathan: યુસુફ પઠાણના પ્રચારમાં સચિનની તસવીર! ચૂંટણી પંચે માંગ્યો જવાબ