Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : શહેરના જૂના મોબાઇલ માર્કેટમાં પાલિકાનો સરવે

12:44 PM Mar 14, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) શહેરના જૂના મોબાઇલ માર્કેટ મરી માતાના ખાંચામાં પાલિકા (VMC) ની ટીમ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો છે. હાલ પાલિકાની બે ટીમો આ સરવેની કામગીરીમાં જોડાઇ છે. અને દુકાનદારો પાસે જરૂરી લાયસન્સ-સર્ટિફીકેટ છે કે નહિ તેની ચાકાસણી કરી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. જે દુકાનદારો પાસે જરૂરી કાગળીયા નહિ હોય તેની સામે ઉપલા અધિકારીની સુચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

રવિવારે દુકાનો ચાલુ રાખવામાં આવતા સ્થાનિકો એકત્ર થયા હતા

વડોદરા (VADODARA) ના મરીમાતાના ખાંચામાં વર્ષોથી મોબાઇલ માર્કેટ ધમધમી રહ્યું છે. હવે તે વિસ્તારની ઓળખ પણ બની ગયું છે. અહિંયા મોબાઇલ ખરીદ, વેચાણ અને રીપેરીંગની અસંખ્ય દુકાનો આવેલી છે. આ દુકાનોના રસ્તાઓ વાહનોના પાર્કિંગને લઇને સાંકડા બની જતા સ્થાનિકો માટે એક પ્રકારે માથાનો દુખાવો પણ બન્યા છે. તાજેતરમાં જ રવિવારે મોબાઇલની દુકાનો ચાલુ રાખવામાં આવતા સ્થાનિકો એકત્ર થયા હતા. અને રવિવારે દુકાનો બંધ કરાવી, આ દિવસે રજા રાખવાનો તેમણે આગ્રહ કર્યો હતો. આ ઘટનાને થોડોક સમય વિત્યા બાદ આજે પાલિકાની ટીમો દ્વારા વિસ્તારમાં સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે.

માહિતીને એકત્ર કરવામાં આવી

સરવેમાં પાલિકાની બે ટીમો જોડાઇ છે. પાલિકાની ટીમ દ્વારા દુકાનદારો પાસે જરૂરી સર્ટિફીકેટ-લાયન્સની યાદી છે. પાલિકાની ટીમ અલગ અલગ દુકાનોમાં જઇને સંચાલકો પાસેથી વિવિધ કાગળીયા છે કે કેમ તેની ખરાઇ કરી રહી છે. અને તમામ માહિતીને એકત્ર કરવામાં આવી રહી છે. જે સંચાલકો પાસે જરૂરી કાગળીયા ન હોય તેમની સામે આગામી સમયમાં કાર્યવાહી થઇ શકે છે.

ઉપલા અધિકારીની સુચના પ્રમાણે કાર્યવાહી

પાલિકાના અધિકારી જણાવે છે કે, અમે સરવે કરી રહ્યા છીએ. સરવેમાં દુકાનદાર દ્વારા ગુમાસ્તા ધારાનું સર્ટિફીકેટ અને વ્યવસાય વેરો લીધેલો છે કે નહિ તેની ચકાસણી કરી રહ્યા છીએ. દુકાનદાર દ્વારા જે કોઇ સર્ટિફીકેટ બતાવવામાં આવે છે, તેની સામે અમારી પાસે રહેલા લિસ્ટમાં તેને ટીક મારી રહ્યા છીએ. જે દુકાનદાર પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ નહિ હોય તેની સામે ઉપલા અધિકારીની સુચના પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાલિકાની બે ટીમો દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો —VADODARA : વિતેલા બે વર્ષમાં બેંકોમાંથી રૂ. 20 થી લઇ રૂ. 2000 સુધીની 1110 નકલી નોટો પકડાઇ