Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

visa fraud : કુડાસણની ઉમિયા ઓવરસીઝ અને આંબાવાડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાં CID ક્રાઇમના દરોડા, એક સામે ગુનો

08:56 AM Mar 13, 2024 | Vipul Sen

રાજ્યમાં હાલ યુવાનોમાં વિદેશ જવાની છેલછા વધી છે. ત્યારે વિદેશ જવાની લાલચમાં ઘણી વખત લોકો છેતરપિંડીનો (visa fraud) શિકાર પણ થતા હોય છે. વિદેશ મોકલવાની લાલચ આપીને કેટલીક એજન્સી અને કન્સલ્ટન્સીના માલિકો લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. આવા ગઠિયાઓ સામે CID ક્રાઇમે (CID Crime) લાલ આંખ કરી છે અને કડક કાર્યવાહી હાથ ધરી છે. CID ક્રાઇમ દ્વારા અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar) અને વડોદરામાં (Vadodara) વિઝા કન્સલ્ટન્સીની કુલ 18 ઓફિસમાં દરોડાની કાર્યવાહી કરાઈ છે. જે પૈકી કુડાસણની (Kudasan) ઉમિયા ઓવરસીઝના માલિક વિશાલ પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, CID ક્રાઇમે બાતમીના આધારે કાર્યવાહી કરીને આંબાવડીની (Ambavadi) નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી (Neptune Consultancy) 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મેળવ્યા હતા. અસલી ડિગ્રી પડાવી લઈ નકલી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલિયા (Australia) મોકલવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. CID ક્રાઈમે ઓસ્ટ્રેલિયા જતાં 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા આ કૌભાંડ સામે આવ્યું હતું. સચિન ચૌધરી અને મિહિર રામી નામના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12 ની અસલી માર્ક અને નોટરીનું સોગંદનામું અને તમામ દસ્તાવેજો કુડાસણમાં આવેલી ઉમિયા ઓવરસીઝના (Umiya Overseas) માલિક વિશાલ પટેલને આપ્યા હતા. આ સાથે બંને વિદ્યાર્થીઓના પરિવારજનોએ વિશાલ પટેલને રૂ. 3-3 લાખ પણ આપ્યા હતા.

નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા

જો કે, અસલી ડિગ્રી પડાવીને નકલી ડોક્યુમેન્ટ પર વિદેશ મોલવામાં આવતા હોવાની જાણ થતા CID ક્રાઇમે (CID Crime) કાર્યવાહી કરી અંબાવડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સી અને કુડાસણની ઉમિયા ઓવરસીઝ પર દરોડા પાડ્યા હતા. નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી લગભગ 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા. જ્યારે કુડાસણની ઉમિયા ઓવરસિઝના માલિક વિશાલ પટેલ (Vishal Patel) સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો – Valsad Crime Story: વલસાડના કોસ્ટલ હાઈવે પર સર્જાયો અકસ્માત, દારૂ ભરેલી કારે રાહદારીને અડફેટે લીધો

આ પણ વાંચો DR. Vaishali Joshi Case Update: ડૉ. વૈશાલીના કેસને લઈ વાતાવરણ ગરમાયું, બ્રહ્મ સમાજે આંદોલનની આપી ચીમકી

આ પણ વાંચો – Surat Crime Story: પલસાણા પોલીસે ઓનલાઈન સટ્ટા બેટિંગનું ઇન્ટરનેશનલ નેટવર્ક ઝડપી પાડ્યું