Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi in Gujarat : સાબરમતી આશ્રમનાં નવનિર્માણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન, જાણો મિનિટ્સ ટુ મિનિસ્ટ પ્રોગ્રામ

10:37 AM Mar 12, 2024 | Vipul Sen

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi in Gujarat) આજે મંગળવારે ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન, પીએમ મોદી સાબરમતી નદીનાં (Sabarmati River) કિનારે આવેલા મહાત્મા ગાંધીના આશ્રમનું (Mahatma Gandhi’s Ashram) રૂ.1200 કરોડના ખર્ચે સ્મારક નિર્માણ અને આશ્રમ સંકુલનાં નવનિર્માણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. તેની સાથે જ પુનઃવિકસિત કોચરબ આશ્રમનું (Kocharab Ashram) પણ લોકાર્પણ કરશે. પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી ડી કેબિન (Sabarmati D cabin) ખાતે ફ્રેન્ડ કોરિડોર ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરશે. દેશના વિવિધ ભાગોમાં રેલવે ટ્રેન કોચ કોરિડોર સોલરના અંદાજે રૂ. 85 હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને તેઓ અમદાવાદથી સીધા રાજસ્થાનના (Rajasthan) પ્રવાસે જશે.

જણાવી દઈએ કે, આજે એટલે કે 12મી માર્ચે દાંડીકૂચ દિવસ (Dandi Kooch day) પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સવારે 9 કલાકે અમદાવાદ આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન સાબરમતી ડી કેબિન ખાતે પહોંચશે, જ્યાં વેસ્ટર્ન ડીએફસીનાં ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરીને નિરીક્ષણ કરશે. અહીંથી જ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.

4 વંદે ભાગ ટ્રેનનાં વિસ્તરણને લીલી ઝંડી આપશે

ઉપરાંત, પીએમ મોદી (PM Modi in Gujarat) રેલવે કાર્ય શાળાઓ પીટ લાઈન કોચિંગ ડેપોનો શિલાન્યાસ કરશે. આ જ રીતે 4 વંદે ભાગ ટ્રેનનાં વિસ્તરણને લીલી ઝંડી આપશે, જેમાં અમદાવાદ-જામનગર વંદે ભારત (Ahmedabad-Jamnagar Vande Bharat) દ્વારકા, અજમેર, દિલ્હી (Delhi) સુધીનીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, આસનસોલ અને હટિયા તિરૂપતિ અને કોલમ સ્ટેશન વચ્ચે બે નવી પેસેન્જર ટ્રેનને પણ ગ્રીન સિગ્નલ આપશે. એ જ રીતે રેલવે સ્ટેશન પર 50 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનું (Bharatiya Jan Aushadhi Kendras) પણ લોકાર્પણ કરશે. આ સાથે દેશનાં 51 ગતિમાન શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ, વિવિધ એસી વિભાગોમાં 1045 આરકેએમ ઓટોમેટિક સિગ્નલ્સ, 2646 સ્ટેશન પર રેલવે સ્ટેશનનું ડિજિટલ કંટ્રોલિંગનું રાષ્ટ્રીય લોકાર્પણ કરશે.

મિનિટ્સ ટુ મિનિસ્ટ પ્રોગ્રામ :

> સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
> અમદાવાદ એરપોર્ટથી 9.15 કલાકે સીધા જ સાબરમતી ડી કેબિન સ્ટેશન પહોંચશે.
> પીએમ મોદી સવારે 10 કલાકે સાબરમતી આશ્રમ પહોંચશે.
> આશ્રમ વિઝિટ બાદ પીએમ સીધા જ 10.30 કલાકે સભા સ્થળે પહોંચીને જનસભાને સંબોધિત કરશે.
> અંદાજે 11.30 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટથી રાજસ્થાન જવા રવાના થશે.

 

આ પણ વાંચો – Vande Bharat : આજે વંદે ભારત અડધી સદી પૂર્ણ કરશે, PM મોદી 10 નવી ટ્રેનોને લીલી ઝંડી આપશે…

આ પણ વાંચો – ગુજરાતીઓના લોહીમાં છે વ્યાપાર, જાણો PM મોદીએ આવું કેમ કહ્યું

આ પણ વાંચો – Agni-5 missile નું પરીક્ષણ સફળ, PM મોદીએ જાહેરાત કરી વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા