Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat Bus Accident : કામરેજમાં મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી

03:20 PM Mar 06, 2024 | Hiren Dave

Surat Bus Accident : સુરતના કામરેજમાં અકસ્માત (Bus Accident0 ની ઘટના સામે આવી છે અહીં કામરેજના લાડવીથી કોસમાડા જતા માર્ગ પર આવેલી કેનાલમાં (Canal) મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી ગઈ હતી. જોકે સદભાગ્યે તે સમયે કેનાલમાં વધારે માત્રામાં પાણી ન હોવાથી મોટી હોનારત થતાં ટળી હતી.

 

  • સુરતના કામરેજમાં બસ કેનાલમાં ખાબકી
  • બસમાં સવાર મુસાફરોનો બચાવ
  • કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી

 

બસનું ટાયર ફાટતા રોડની બાજુમાં આવેલી કેનાલમાં બસ ખાબકી

કામરેજના લાડવીથી કોસમાડા જતા માર્ગ પર બસ કેનાલમાં ખાબકી હતી. બસનું ટાયર ફાટતા રોડની બાજુમાં આવેલી કેનાલમાં બસ ખાબકી હતી. અકસ્માત સમયે બસમાં મુસાફરો ભરેલા હતા. જેમાં બસ પાણીમાં ખાબકતા સ્થાનિકો અને અન્ય વાહન ચાલકો મદદે આવ્યા હતા. જેમાં બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી કરી રહી છે.

બેંગલુરૂ અને મુંબઇ જેવી રબર સ્ટ્રીપ લગાવવાની ભલામણ

ગુજરાતમાં હાઈ-વે પર થતાં અકસ્માતો અટકાવવા માટે પ્રત્યેક શહેર અને જિલ્લામાં એક હાઇ-વેની પસંદગી કરી સલામતીની દ્રષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવા માટેનું મહત્વનું સૂચન કરવામાં આવ્યું છે. એટલુ જ નહીં, સરખેજ-ગાંધીગર હાઇવે પર અકસ્માતો ઘટાડવા બેંગલુરૂ અને મુંબઇ જેવી રબર સ્ટ્રીપ લગાવવાની ભલામણ પણ કરવામાં આવી છે.

આ  પણ  વાંચો – Vadodara : ડભોઇ પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

આ પણ વાંચો Gujarat weather : રાજ્યમાં વહેલી સવારથી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ