Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat : નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની હીરા વેપારીને પિસ્તોલ બતાવી ગઠિયાઓ રૂ. 8 કરોડની લૂંટ કરી ફરાર

12:25 AM Feb 28, 2024 | Vipul Sen

સુરતના (Surat) કતારગામમાંથી એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. વેડ વરિયાવબ્રિજ નજીક એક હીરા વેપારીને નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને ગઠિયાઓ પિસ્તોલ બતાવી રૂ. 8 કરોડ રોકડની લૂંટ કરી ફરાર થયા હતા. આ મામલે હીરા વેપારીની ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે હીરા વેપારીની ઉલટ તપાસ પણ શરૂ કરી છે.

સુરતના (Surat) કતારગામમાં (Katargam) રૂ. 8 કરોડની લૂંટની ઘટના બની છે. માહિતી મુજબ, કતારગામ વિસ્તારમાં વેડ વરિયાવ બ્રિજ (Wade Variavbridge) નજીક એક હીરા વેપારી પેમેન્ટના રૂ. 8 કરોડની રોકડ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક ગઠિયાઓ નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બનીને વેપારી પાસે આવ્યા હતા. ગઠિયાઓએ ઇન્કમ ટેક્સ ઓફિસરની ઓળખ બતાવીને હીરા વેપારીની તપાસ આદરી હતી. ગઠિયાઓએ વેપારી પાસેથી રૂ. 8 કરોડ રોકડ ભરેલી બેગ ઝડપી પિસ્તોલ બતાવી લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે વેપારીની ઉલટ તપાસ પણ શરૂ કરી

આ મામલે હીરા વેપારીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લૂંટનો ભોગ બનેલા હીરા વેપારીની ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch) અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. આ સાથે હીરા વેપારીની ઉલટ તપાસ પણ પોલીસે આદરી છે.

 

આ પણ વાંચો – Porbandar : બોટમાંથી રૂ.2500થી 3 હજાર કરોડનું હજારો કિલો ડ્રગ્સ ઝડપાયું, 4 વિદેશીઓની ધરપકડ!

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ