Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadodara : હરણી લેક ઝોન કેસના આરોપીના 4 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર, અત્યાર સુધી 20 ની ધરપકડ

08:31 PM Feb 23, 2024 | Vipul Sen
વડોદરાની (Vadodara) હરણી લેક ઝોન દુર્ઘટનાને (Harani Lake zone) લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે કેસના 20મા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. પોલીસે 9 દિવસના રિમાન્ડની માગ કરતા નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં તપાસ માટે એસઆઈટીની (SIT) રચના કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી ધર્મિન ભાટાણી

વડોદરાના (Vadodara) હરણી લેક ઝોનમાં 18 જાન્યુઆરી, 2024ના રોજ એક ગોઝારીએ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા હતા. આ દુર્ઘટનામાં વાઘોડિયા રોડની ન્યૂ સનરાઇઝ સ્કૂલના (New Sunrise School) 12 માસૂમ વિદ્યાર્થી અને 2 શિક્ષિકાના તળાવમાં બોટ પલટી જતા ડૂબવાથી મોત નીપજ્યા હતા. આ કેસમાં સરકારે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. તળાવમાં બોટિંગ બાબતે બેદરકારી દાખવા બદલ કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ માલિક, ભાગીદારો સહિતના આરોપીઓ સામે તપાસ માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી. અત્યાર સુધી આ કેસમાં 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે 20માં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

સરકારી વકીલ અનિલ દેસાઈ

માહિતી મુજબ, પોલીસે આજે આરોપી ધર્મિન ભાટાણીને (Dharmin Bhatani) કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે કોર્ટમાં આરોપીના 9 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, નામદાર કોર્ટે (Vadodara Court) તમામ દલીલો સાંભળ્યા બાદ ચાર દિવસના ફર્ધર રિમાન્ડ મજૂર કર્યા હતા. સરકારી વકીલ અનિલ દેસાઈએ (Anil Desai) જણાવ્યું કે, આરોપી ધર્મિન ભાટાણી મંગળવાર બપોરે ત્રણ વાગ્યા સુધી પોલીસ કસ્ટડીમાં ફર્ધર રિમાન્ડમાં રહેશે. વકીલે જણાવ્યું કે, ધર્મિલ ભાટાણીના અગાઉના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ પૂછપરછ માટે 9 દિવસના રિમાન્ડની માગ કરી હતી જ્યારે નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધર્મિલ ભાટાણી ઘટના પછીથી ફરાર હતો અને થાઇલેન્ડ ગયો હતો. 16 ફેબ્રુઆરીના રોજ ધર્મિલ પોલીસ સમક્ષ હાજર થયો હતો. ધર્મિલ પ્રોજેક્ટમાં ભાગીદાર હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ