Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadodara : ‘હરણી હત્યાકાંડ’ ના મુખ્ય આરોપી પરેશ શાહના પરિવારના સભ્યોને કોર્ટમાં રજૂ કરાયાં

08:59 PM Feb 16, 2024 | Vipul Sen

વડોદરા (Vadodara) હરણી લેક ઝોન દુર્ઘટનામાં (Harani Lake Zone Tragedy) ગઈકાલે અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી પરેશ શાહના (Paresh Shah) પરિવારના 3 સભ્યોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે આ ત્રણેય આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે એક આરોપીના 6 દિવસ જ્યારે અન્ય બે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વડોદરાના (Vadodara) ‘હરણી હત્યાકાંડ’ મામલે તપાસ કરતા પોલીસે ગઈકાલે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી પરેશ શાહના (Paresh Shah) પરિવારના 3 સભ્ય વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરાઈ હતી. આ ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા અને રિમાન્ડની માગ કરાઈ હતી. માહિતી મુજબ, કોર્ટે વત્સલ શાહના 6 દિવસ, નૂતન અને વૈશાખી શાહના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોટિયા પ્રોજેકટમાં વત્સલ શાહ (Vatsal Shah) 10, નૂતન અને વૈશાખી શાહ 5-5 ટકાના ભાગીદાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

‘હરણી હત્યાકાંડ’ માં આરોપી

ઘટના બાદ આરોપીઓ રાજસ્થાન તરફ ફરાર થયા હતા

માહિતી મુજબ, સાલ 2018 માં નૂતન અને વૈશાખી શાહની 5-5 ટકા ભાગીદારી નક્કી કરાઈ હતી. આ દુર્ઘટના બાદ આરોપીઓ ભરૂચ (Bharuch) અને ત્યાર બાદ રાજસ્થાન તરફ ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત અહેવાલ મુજબ, પરેશ શાહની પત્ની અને સંતાનો કોટિયા પ્રોજેકટમાં (Kotia Project) કુલ 20 ટકાની ભાગીદારી ધરાવે છે. હરણી લેક્ઝોનનું (Harani Lake Zone) સંચાલન પરેશ શાહ અને વત્સલ શાહ કરતા હતા. આ સાથે ઓથોરિટી સિગ્નેચરમાં વત્સલ શાહની સહી બેન્કિંગ વ્યવહારોમાં ચાલતી હતી. વડોદરા પોલીસ (Vadodara) દ્વારા જણાવ્યા મુજબ, નૂતન શાહની તબિયત બગડતા મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – AHIR CHARAN VIVAD : ચારણ સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી મામલે જાણો કોણે શું કહ્યું ?

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ