Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surendranagar : વીજ કરંટ લાગતા 3 શ્રમિકોના ઘટના સ્થળે મોત, 6 શ્રમિકો સારવાર હેઠળ

11:57 AM Feb 12, 2024 | Hiren Dave

accident : સુરેન્દ્રનગરમાં (Surendranaga) વીજ કરન્ટથી 3ના મોત થયા છે. જેમાં દસાડાના બુબવાણામાં દુર્ઘટના (accident) બની છે. ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડતા દુર્ઘટના સર્જાઇ છે. તેમજ અન્ય 5 શ્રમિકો પણ ગંભીર રીતે દાઝ્યા છે. બુબવાણામાં PGVCLની બેદરકારી સામે આવી છે. જેમાં હાઈ ટેન્શન લાઈનના તાર નીચે હોવાથી દુર્ઘટના સર્જાઇ છે.

 

Surendranaga ના બુબવાણા પાસે આજે મોટી દુર્ઘટના થઈ છે. ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં વીજ શોકથી ત્રણ મજૂરોએ જીવ ગુમાવ્યો છે. તેમજ 6 મજૂરો દાઝી ગયા છે. દસાડા પીએસઆઈ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો.

પોલીસ તથા અધિકારીઓ ઘટના  સ્થળે 
દસાડાના બુબવાણા પાસે વીજ વાયર કાળ બન્યો છે. જેમાં સીમ વિસ્તારમાં નમી ગયેલ વીજ વાયર ટ્રેક્ટરને અડકતા6 ખેતમજૂરને વીજ કરંટ લાગ્યો છે. બે મહિલા સહિત ત્રણના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ બાકીના લોકોને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં ખસેડાયા છે. પરપ્રાંતિય શ્રમિક ખેત મજૂરી અર્થે આવ્યા હતા. તેમાં બેદરકારીએ ફરી દુર્ઘટના સર્જાઇ છે. ઘટનાની જાણ થતા દસાડા પોલીસ તથા અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા છે. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી ખસેડવામાં આવ્યા છે. તથા ઘટનાની જાણ થતા પંથકમાં અરેરાટી ફેલાઈ છે.

 

દસાડા પોલીસે મૃતદેહોને પીએમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યારે દાઝી ગયેલા છ મજૂરોને સારવાર અર્થે વિરમગામની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ દુર્ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણ થતાં પાટડી પ્રાંત કલેક્ટર અને મામલતદાર પણ બુબવાણા ગામે પહોંચ્યા હતા.

 

આ  પણ   વાંચો  – Accident : અમદાવાદ નરોડા હાંસોલ રોડ પર સર્જાયો અકસ્માત,એકનું મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ