Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Morbi : મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી નિમિત્તે મહોત્સવ, આજે PM મોદી વર્ચ્યુઅલી જોડાશે

11:49 AM Feb 11, 2024 | Vipul Sen

મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી (200th birth anniversary of Maharshi Dayanand Saraswati) નિમિત્તે મોરબીના (Morbi) ટંકારામાં (Tankara) ત્રિદિવસીય વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મહોત્સવના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વર્ચ્યુઅલી હાજરી આપવાના છે અને કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Union Minister Parshottam Rupala), યોગગુરૂ બાબા રામદેવ (Yoga Guru Baba Ramdev), આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલકૃષ્ણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે.

મહોત્સવમાં જનમેદની

મોરબીના ટંકારામાં (Morbi) મહર્ષિ દયાનંદ સરસ્વતીની (Maharshi Dayanand Saraswati) 200મી જન્મજયંતી નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે આજે મહોત્સવના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) વર્ચ્યુઅલી જોડાવવાના છે અને કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રાજ્યપાલ ડો. આચાર્ય દેવવ્રત (Governor Dr. Acharya Devvrat), સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વમંત્રી બ્રિજેશ મેરજા, મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા, રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ (Dr. Darshitaben Shah), યોગગુરૂ બાબા રામદેવ, આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલકૃષ્ણ સહિત અનેક અનુયાયીઓ હાજર રહેવાના છે.

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા

જણાવી દઈએ કે, મોરબીના ટંકારામાં (Tankara) યોજાઈ રહ્યા ત્રિદિવસીય મહોત્સવમાં ગઈકાલે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં દેશના વિવિધ રાજ્યોની આર્ય સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા. મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી નિમિત્તે યોજાઈ રહેલા આ મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પણ અનુયાયીઓ ટંકારા પહોંચ્યા છે. કાર્યક્રમ દરમિયાન તેમનામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો – Raghavji Patel : કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી, બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા