Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat : તમિલનાડુની કુખ્યાત ત્રિચી ગેંગ ફરી સક્રીય! હીરા વેપારી પર ખંજવાડનો પાવડર નાંખી રૂ.10 લાખની ચોરી

09:10 AM Feb 09, 2024 | Vipul Sen

તમિલનાડુની (Tamil Nadu) કુખ્યાત ત્રિચી ગેંગે (Trichy Gang) સુરતમાં (Surat) તરખાટ મચાવ્યો છે. હીરા બજારમાં હીરા દલાલના રૂ. 9.98 લાખ તફડાવી તસ્કરો ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, મહિધરપુરા સ્થિત (Mahidharpura) હીરાબાગ પાસેનો આ બનાવ છે. ખંજવાળનો પાઉડર નાખી લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ચોરી સહિતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ચોરીની ઘટનાને અંજામ આપતા ત્રિચી ગેંગના ત્રણ શખ્સો CCTV કેમેરામાં કેદ થયા છે.

સુરતના (Surat) ફરી એકવાર તમિલનાડુની કુખ્યાત ત્રિચી ગેંગનો (Trichy Gang) આંતક જોવા મળ્યો છે. વરાછા વિસ્તારમાં રહેતા અને હીરા વેપારી તુષારભાઈ નારોલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલે અન્ય હીરા વેપારી પાસેથી પેમેન્ટ પેટે રૂ. 9.98 લાખની રોકડ લઈ તેઓ મોપેડ પર પાટીદાર ભવનમાંથી (Patidar Bhawan) નીકળ્યા હતા. દરમિયાન, મહિધરપુરા (Mahidharpura) સ્થિત હીરાબાગ પાસે તેમને પીઠ પાછળ અચાનક ખંજવાળ આવતા પોતાનું મોપેડ સાઇડમાં લઈ શું થયું છે તે ચેક કરી રહ્યા હતા.

અજાણ્યા ઇસમો રોકડ ભરેલી ભેગ લઈ ફરાર થયા

જો કે, તુષારભાઈ ચાવી મોપેડમાં ભૂલી ગયા હતા. ત્યારે અજાણ્યા ઈસમોએ મોપેડની ચાવીથી ડેકી ખોલી તેમાંથી રૂ. 9.98 લાખની રોકડ ભરેલી બેગ લઈ ફરાર થયા હતા. આ ચોરીને અંજામ આપનારા ત્રિચી ગેંગના ત્રણ શખ્સો તુષારભાઈ પર ખંજવાળનો પાઉડર નાખતા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. ત્યારે મહિધરપુરા પોલીસે (Mahidharpura Police) આ મામલે ફરિયાદ લઈ અજાણ્યા ઇસમો સામે ચોરી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિસ્તારના સીસીટીવી કેમેરાના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી તેમની શોધખોળ આદરી છે.

 

આ પણ વાંચો – Weather : હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર! અંબાલાલ પટેલે કરી આ આગાહી