Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Budget: ગિફ્ટ સિટીને સપનાની સિટી બનાવાની સરકારની નેમ

03:04 PM Feb 02, 2024 | Hiren Dave

Gujarat Budget:ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી (Finance Minister) કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત વાર્ષિક બજેટ (Gujarat Budget) રજૂ કર્યું છે. ગુજરાતનું આ વખતેનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ વખતે રૂપિયા 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અમદાવાદ અને ગાંધીનગરને (Gandhinagar) લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 21,696 કરોડની જોગવાઈ જાહેરાત કરવામાં આવી છે. સાથે ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્‍સ હબ તરીકે ઉભરી રહ્યું છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્‍ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે.આ વિકાસ કાર્યોમાં 4.5કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે.

• GIFT સિટી ખાતે ‘ફિન-ટેક હબ’ની સ્થાપના કરવામાં આવશે જેના માટે ₹પર કરોડની જોગવાઇ.

• ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે ₹૧૦૦ કરોડની જોગવાઈ.

ગિફ્ટ સિટીમાં વિકાસ કાર્યો સાથે વોક ટુ વર્ક લિવ-વર્ક- પ્લે કમ્યુનિટી વિકસાવવામાં આવશે.આ વિકાસ કાર્યોમાં 4.5 કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે.આ બાદ વિશ્વમાં ગિફ્ટ સિટીની સપનાનાં શહેર તરીકે ઓળખ મળશે.

સાથે જ GIFT સિટી ખાતે ‘ફિન-ટેક હબ’ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે અને આ માટે રૂપિયા 52 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરાઈ છે.આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-4 અને ફેઝ-5 અંતર્ગત રિવરફ્રન્‍ટ વિસ્તારનો ઇન્‍દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે.

 

 

આ  પણ  વાંચો  Budget Gujarat : ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના