Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IT Raid : ખેડા, નડિયાદ અને આણંદમાં IT વિભાગનો સપાટો, બે ગ્રૂપના 25 સ્થળો પર દરોડા

11:41 AM Jan 17, 2024 | Vipul Sen

બુધવારે ગુજરાતના આવકવેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યના ત્રણ શહેરોમાં અલગ અલગ જગ્યાએ આઈટી વિભાગે દરોડાની (IT Raid) કાર્યવાહી કરી છે. માહિતી મુજબ, ખેડા, નડિયાદ (Nadiad) અને આણંદના બે બિઝનેસ ગ્રૂપ પર IT વિભાગ ત્રાટક્યું છે. નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા ગ્રૂપ અને આણંદમાં (Anand) રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ નારાયણ ગ્રૂપ પર IT વિભાગે દરોડા પાડ્યા છે.

બેનામી વ્યવહારો અને કર ચોરીને ડામવા માટે ગુજરાતના આવકવેરા વિભાગે (Income tax department) ઝુંબેશ શરૂ કરી છે. જે હેઠળ ઇન્કમટેક્સ વિભાગ (IT Raid) દ્વારા બુધવારે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના ત્રણ શહેર ખેડા (Kheda), નડિયાદ અને આણંદમાં આઈટી વિભાગે સવાર સવારમાં દરોડા પાડ્યા છે. માહિતી મુજબ, નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા વેપારીને ત્યાં જ્યારે આણંદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા નારાયણ ગ્રૂપના (Narayan Group) વિવિધ સ્થળે દરોડાની આ કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, આઈટી વિભાગ દ્વારા બંને ગ્રૂપના કુલ 25 સ્થળે આ કાર્યવાહી કરવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે, આ તપાસ હેઠળ મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.

આણંદમાં રાધે જવેલર્સને ત્યાં પણ દરોડા

જણાવી દઈએ કે, આણંદનું નારાયણ ગ્રૂપ એશિયન ગ્રૂપ (Asian Group) સાથે સંકળાયેલ છે. એશિયન ગ્રૂપ એ નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરે છે. ઉપરાંત, આણંદમાં આજે વહેલી સવારે તાસ્કદ ચાર રસ્તા પાસે આવેલા રાધે જવેલર્સમાં (Radhe Jewellers) આઈટી વિભાગ દ્વારા દરોડાની (IT Raid) કાર્યવાહી કરવામાં આવી હતી. સવાર સવારમાં આ કાર્યવાહીથી કરચોરી કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ આઈટી વિભાગ દ્વારા આ કાર્યવાહી ચાલુ છે.

 

આ પણ વાંચો – Grishma Murder Case : ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડ પર બનશે ડોક્યુમેન્ટરી, 4 દિવસ સુધી ચાલશે શૂટિંગ