Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat: ભારે વરસાદને પગલે રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા, જાણો શું છે સ્થિતિ…

12:58 PM Jul 27, 2024 | VIMAL PRAJAPATI

Gujarat: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાત (Gujarat) રાજ્યમાં અત્યારે સરેરાશ કરતા 30 ટકા વધારે વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે રાજ્યમાં વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક જોવા મળી છે. મળતી સરકારી આંકડા પ્રમાણે રાજ્યના 207 જળાશયોમાં 48.56 ટકા પાણીનો સંગ્રહ હોવાનું જાણવા મળ્યું છે.

જળાશયો સંખ્યા પાણીનો સંગ્રહ
 – 207 48.56 ટકા
ઉત્તર ગુજરાત 15 26.58 ટકા
મધ્ય ગુજરાત 17 36.66 ટકા
દક્ષિણ ગુજરાત 13 50.34 ટકા
કચ્છ 20 50.8 ટકા
સૌરાષ્ટ્ર 141 50.86 ટકા

ઉત્તર ગુજરાતમાં આવેલા 15 જળાશયોમાં 26.58% પાણી

જળાશયોના વિગતે આંકડા જોવામાં આવે તો, ઉત્તર ગુજરાત (North Gujarat)માં આવેલા 15 જળાશયોમાં 26.58 ટકા પાણી છે. આ સાથે મધ્ય ગુજરાતના કુલ 17 જળાશયોમાં અત્યારે 36.66 ટકા પાણી છે. તો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીંના 13 જળાશયોમાં 50.34% પાણી હોવાની જાણકારી સામે આવી છે. આ સાથે કચ્છના 20 જળાશયોમાં 50.8% પાણી છે. તો સૌરાષ્ટ્ર સૌથી વધારે જળાશયો આવેલા છે. અહીંના કુલ 141 જળાશયોમાં 50.86% પાણીનો સંગ્રહ હોવાનું સામે આવ્યું છે.

રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા

ગુજરાતના સૌથી મોટો સરદાર સરોવર ડેમ અત્યારે 53.67 ટકા ભરાયેલો છે અને તેની હાલ 120.88 મીટરની સપાટી છે. આ સાથે રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા, કારણ કે, આ 53 જળાશયો 90 ટકા કરતા વધારે ભરાયેલા છે. જેથી આસપાસના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કારણ કે, અત્યારે આ જળાશયો પોતાની ભયજનક સપાટી છે. નોંધનીય છે કે, રાજ્યમાં 10 ડેમ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. આ સાથે 11 ડેમને વોર્નિંગ ઉપર મુકાયા છે. તમને જણાવી દઈએ કે, 132 ડેમોમાં હજુ પણ 70% કરતાં ઓછું પાણી આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gir Somnath: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ડ્રોન કેમેરામાં કેદ થયા જમજીર ધોધના મનમોહક દ્રશ્યો
આ પણ વાંચો: ગુજરાતના જાણીતા સનદી અધિકારી અને શિક્ષણવિદ ડૉ. કુલીનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે નડિયાદ ખાતે નિધન
આ પણ વાંચો: Gujarat: આગામી પાંચ દિવસ વરસાદ ગુજરાતને ધમરોળશે, બે સિસ્ટમો થઈ છે સક્રિય