+

વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવતી ગુજરાત યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાઇ રહ્યું છે ધૂળ

કોઇપણ પ્રોજેક્ટ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામા ક્ષણભરનો વિચાર કરાતા નથી પરંતુ આ જ ખર્ચ કરાઇને બનાવાયેલી કે વસાવેલી વસ્તુનો ઉપયોગ જ ન કરવામા આવે તો? આ વાત સરકારી કામો માટે નવી નથી. સરકારી પ્રોજેક્ટમા કરોડોનો ખર્ચ કર્યા બાદ તેનો ઉપયોગ તે વસ્તુની વોરંટી પૂર્ણ થઇ જવા આવે ત્યા સુધી પ્રજા કરી શકતી નથી. આવો વધુ એક કિસ્સો ગુજરાતના વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવતી ગુજરાત યુનિવર્સિટિ
કોઇપણ પ્રોજેક્ટ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામા ક્ષણભરનો વિચાર કરાતા નથી પરંતુ આ જ ખર્ચ કરાઇને બનાવાયેલી કે વસાવેલી વસ્તુનો ઉપયોગ જ ન કરવામા આવે તો? આ વાત સરકારી કામો માટે નવી નથી. સરકારી પ્રોજેક્ટમા કરોડોનો ખર્ચ કર્યા બાદ તેનો ઉપયોગ તે વસ્તુની વોરંટી પૂર્ણ થઇ જવા આવે ત્યા સુધી પ્રજા કરી શકતી નથી. આવો વધુ એક કિસ્સો ગુજરાતના વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવતી ગુજરાત યુનિવર્સિટિમા જોવા મળ્યો છે. જ્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ધૂળ ખાઈ રહ્યું છે.
ગુજરાત યુનવર્સિટીમાં 200 કરોડથી પણ વધારે ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તેનો ઉપયોગ ન થતા તે ધૂળ ખાઈ રહ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે. પરંતુ તે વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મુકતા હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં 20 જેટલી વિવિધ રમતો માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તે શરૂ થવા છતા પણ વિદ્યાર્થીઓએ ખાનગી કોચિંગ ક્લાસમાં જવું પડી રહ્યું છે.
સ્પોર્ટસ કોમ્પલેક્ષમા ગુજરાતના ક્વોલિફાઈડ રમતવીરો માટે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી 10 કરોડના ખર્ચે ગુજરાતનો અત્યાધુનિક સિન્થેટિક ટ્રેક તૈયાર કરાયો છે. જે એથ્લેટિક્સના રમતવીરોને સારું પરફોર્મન્સ આપવા માટે અત્યંત ઉપયોગી નીવડી શકે તેમ છે. પરંતુ યુનિવર્સીટીનું આ બહેરું મૂંગું તંત્ર જાણે કે સ્પોર્ટ્સનું મહત્વ સમજતું જ ના હોય તેવી રીતે, આ સિન્થેટિક ટ્રેકની ફરતે ફેન્સીંગ કરી તાળું મારી છેલ્લા 2 વર્ષ કરતા પણ વધુ સમયથી રમતવીરોને તેનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.
આ સમગ્ર મામલે કુલપતિએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે હજુ પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કામ ચાલી રહ્યું છે અને જે કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું તે કંપની પાસેથી હજુ પઝેશન મળ્યું નથી. જ્યારે યુનિવર્સિટીને પાસે પઝેશન આપવામાં આવશે ત્યારે તમામ ચીવસ્તુઓની ચકાસણી કરશે. તો હાલ તો યુનિવર્સિટી સત્તાધીશો પોતાનો બચાવ કરી રહ્યા છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આટલા રૂપિયા ખર્ચવા છતાં પણ હજુ સુધી તેને ખુલ્લું મૂકવામાં નથી આવ્યું અને વિદ્યાર્થીઓને બહાર જવું પડી રહ્યું છે. 
Whatsapp share
facebook twitter