Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લાલુ પ્રસાદ યાદવ વધુ એક કેસમાં દોષિત જાહેર

07:03 AM Apr 29, 2023 | Vipul Pandya

લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડમાં ડોરંડા કેસમાં દોષિત જાહેર કરાયા છે. આ કેસ 139 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડથી જોડાયેલો છે, હવે સજાની જાહેરાત થઈ શકે છે.
લાલુ પ્રસાદ યાદવની વધી મુશ્કેલી
RJD નેતા લાલુપ્રસાદ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે, ઘાસચારા કૌભાંડના આરોપી ડોરંડા કેસમાં પણ દોષિત જાહેર થયેલા છે. આ કેસ 139 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડ સાથે જોડાયેલો છે. રાંચીની CBI કોર્ટે આ ફેંસલો સંભળાવ્યો છે, હાલમાં સજા જાહેર કરવામાં આવી નથી. ત્રણ વર્ષથી ઓછી સજા જાહેર થાય તો લાલુ પ્રસાદ યાદવને 
જામીન મળી શકે છે અને જો સજા વધારે હોય તો લાલુને કસ્ટડીમાં લઈ શકાય છે.
લાલુ સહિતના અન્ય આરોપીઓ પણ દોષિત
લાલુ સહિત કેસમાં અન્ય આરોપીઓ પણ હતા જેમાં CBI કોર્ટે 24 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે, તો 36 આરોપીઓને દોષિત ગણ્યા છે. સમગ્ર કેસમાં પૂર્વ સાંસદ જગદીશ શર્મા, PACના તત્કાલિન અધ્યક્ષ ધ્રુવ ભગતને દોષિત જાહેર કર્યા છે, અને તેઓને પણ ત્રણ-ત્રણ વર્ષની સજા આપવામાં આવી છે.
લાલુ પ્રસાદ યાદવ જામીન પર બહાર
નીચલી કોર્ટના ટ્રેક રેકોર્ડ પ્રમાણે ઘાસચારા કૌભાંડમાં અગાઉના કેસોમાં લાલુ પ્રસાદ યાદવને ત્રણ-ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.  લાલુપ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં 14 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, અને આ સાથે 60 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હાલ લાલુપ્રસાદ યાદવ જામીન પર બહાર છે.