+

પરિણીતાને અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો, કોલ રિસીવ કરતા જ ન્યૂડ વીડિયો કોલ શરૂ થયો

સોશિયલ મીડિયા યુઝર્સને સતર્ક કરતો કિસ્સોસોશિયલ મીડિયામાં એકાઉન્ટ હેક કરી કે ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓને ફસાવવાના કિસ્સા વધી રહયા છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી પરિણીતાને ઇન્સ્ટાગ્રામ પર અજાણી વ્યક્તિએ બિભત્સ મેસેજ અને ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન કરી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. ઈન્સ્ટાગ્રામ પર

સોશિયલ મીડિયા યુઝર્સને સતર્ક કરતો કિસ્સો

સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હેક કરી કે ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓને ફસાવવાના કિસ્સા વધી રહયા છે. આવો જ
વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી પરિણીતાને ઇન્સ્ટાગ્રામ
પર અજાણી વ્યક્તિએ બિભત્સ મેસેજ અને ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન કરી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.



ઈન્સ્ટાગ્રામ પર ન્યૂડ વીડિયો કોલ આવ્યો

ચાંદખેડા વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં
ફરીયા્દ નોંધાવી છે. ફરિયાદમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદમાં નોંધાવામાં આવી છે.
મહિલાનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેમની પત્ની હાઉસવાઈફ છે.  
24 ડિસેમ્બરે અજાણ્યા શખ્સે ઇન્સ્ટાગ્રામ પર પરિણીતાને બિભત્સ મેસેજ તેમજ
ન્યૂડ વીડિયો કોલ કર્યો હતો. જો કે ન્યૂડ વીડિયો કોલ જોતા મહિલાએ કોલ કાપી નાખ્યો
હતો. ત્યારબાદ મહિલાએ પોતાના પતિને આ અંગે જાણ કરતા મહિલાના પતિએ તે વ્યક્તિ કોણ
છે તે જાણવા માટે ફરી તે નંબર પર વીડિયો કોલ કર્યો હતો. જો કે વીડિયો કોલમાં
તે વ્યક્તિએ પોતાનો ચેહરો છુપાવી દીધો હતો. સમગ્ર ઘટના મામલે મહિલાના પતિએ સાયબર
ક્રાઇમમાં આરોપી વિરૂદ્ધ ફરીયાદ નોધાવી છે. ફરિયાદના આધારે સાયબર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Whatsapp share
facebook twitter