+

ક્રિકેટર દીપક ચહર અને જયા ભારદ્વાજ આજે લગ્નબંધનમાં બંધાશે, જુઓ મહેંદીની તસવીરો

ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ફાસ્ટ બોલર દીપક ચહરે આજે તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે  લગ્નબંધનમાં બંધાશે. દીપક તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આગ્રાના વાયુ વિહારમાં ક્રિકેટર ચહર અને જયા ફતેહાબાદ રોડના જયપી પેલેસમાં રહે છે. આ લગ્ન સમારોહ રાત્રે નવ વાગ્યે શરૂ થશે. દીપક ચહર અને જયાના પરિવારના સભ્યો અને અન્ય નજીકના મિત્
ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ફાસ્ટ બોલર દીપક ચહરે આજે તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે  લગ્નબંધનમાં બંધાશે. દીપક તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આગ્રાના વાયુ વિહારમાં ક્રિકેટર ચહર અને જયા ફતેહાબાદ રોડના જયપી પેલેસમાં રહે છે. 
આ લગ્ન સમારોહ રાત્રે નવ વાગ્યે શરૂ થશે. દીપક ચહર અને જયાના પરિવારના સભ્યો અને અન્ય નજીકના મિત્રો લગ્ન સમારોહમાં હાજરી આપશે. 
મહેંદી અને સંગીત સેરેમનીમાં ફેન્સને આ કપલની દેશી સ્ટાઈલ પસંદ આવી હતી. હલ્દી સમારોહ પણ યોજાઇ રહ્યો છે. 
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની અને વિરાટ કોહલી પણ લગ્ન સમારોહમાં હાજરી આપી શકે છે. સાંજે 7 વાગ્યાની આસપાસ હોટલ વરઘોડો નીકળશે. શહેરનું પ્રખ્યાત સુધીર બેન્ડને  આ વરઘોડા માટે બુક કરવામાં આવ્યું છે.
ચહરના શાહી લગ્ન માટે શાહી મિજબાનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગ્રાના સ્પેશિયલ ચાટ ઉપરાંત ખાવામાં હાથરસ રબડી પણ હશે. સાથે મહેમાનો અવધી, મુગલાઈ, પંજાબી, દક્ષિણ ભારતીય ભોજનની સાથે થાઈ, ઈટાલિયન અને અન્ય વાનગીઓનો આનંદ માણી શકશે.
દીપક ચહરે ગયા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચ દરમિયાન જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું. દીપકની મંગેતર જયા કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. 
દીપક ચહરના પિતા લોકેન્દ્ર સિંહ ચહરે કહ્યું હતું કે દીપક તેની ગર્લફ્રેન્ડને ઘણા સમયથી પ્રપોઝ કરવાનું વિચારી રહ્યો હતો. ચહરે આઈપીએલ 2021ના પ્લેઓફ સ્ટેજ દરમિયાન આવું કરવાનું પ્લાન કર્યું હતું. જોકે, CSKના કેપ્ટન એમએસ ધોનીની સલાહ પર, તેણે CSKની પંજાબ કિંગ્સ સામેની છેલ્લી લીગ મેચ દરમિયાન પ્રપોઝ કરવાની યોજના બનાવી હતી.
દીપક ચહરને IPL 2022 ની મેગા હરાજી દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા 14 કરોડ રૂપિયાની કિંમતે ખરીદ્યો હતો જોકે, પીઠની ઈજાને કારણે ચહર સમગ્ર આઈપીએલ સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. દીપક ચહરની ટીમ પણ IPL 2022માં કંઈ ખાસ કમાલ કરી શકી નથી આ ટીમે 14 માંથી માત્ર ચાર મેચ જીતી છે. 
 
Whatsapp share
facebook twitter