+

મુકેશ અંબાણી પાસે વધુ એક મોંઘીદાટ કાર, સૌથી મોઘી કારનો તૂટ્યો રેકોર્ડ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પાસે હવે રોલ્સ રોયઝની નવી Tuscan Sun કલરની નવી કાર છે. આ કારમાં 12 સિલિન્ડર છે અને તેનું વજન 2.5 ટન છે. કંપનીના ચેરમેને નવી કારના VIP નંબર માટે અંદાજે 12 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કંપનીને એવો નંબર જોઈએ છે કે જેના લાસ્ટમાં 001 નંબર છે.ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મોંઘીદાટ અને સ્ટાઈલિસ્ટ કાર રાખવાના શોખીન છે. મુકેશ અંબાણીના કાર કલેકશનમાં ઉમેરો થયો છે. થોડા દિવસ પહેલા Cadillac Escalade કાર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પાસે હવે રોલ્સ રોયઝની નવી Tuscan Sun કલરની નવી કાર છે. આ કારમાં 12 સિલિન્ડર છે અને તેનું વજન 2.5 ટન છે. કંપનીના ચેરમેને નવી કારના VIP નંબર માટે અંદાજે 12 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કંપનીને એવો નંબર જોઈએ છે કે જેના લાસ્ટમાં 001 નંબર છે.
ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મોંઘીદાટ અને સ્ટાઈલિસ્ટ કાર રાખવાના શોખીન છે. મુકેશ અંબાણીના કાર કલેકશનમાં ઉમેરો થયો છે. થોડા દિવસ પહેલા Cadillac Escalade કાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ખરીદી હતી હવે Rolls Royce cullianનું કસ્ટમાઈઝડ મોડલ મંગાવવામાં આવ્યું છે. મુકેશ અંબાણીના ગેરેજમાં પહોંચેલી કાર ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર માનવામાં આવે છે.
RTO અધિકારીઓના મતે સૌથી કિંમતી કાર
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીએ અલ્ટ્રા લગ્ઝરી હેચબેક Rollce Royce Cullinanને કારને કલેકશનમાં સામેલ કરી છે.આ અઠવાડિયામાં જ કરોડો રૂપિયાની કિંમતની SUV Cadillac Escaladeને ઈમ્પોર્ટ કરવામાં આવી છે.  આ એ કાર છે જેનો ઉપયોગ અમેરિકાના રાષ્ટ્રપતિ માટે પણ કરવામાં આવે છે. હવે Rollce Royce Cullinan પેટ્રોલ કાર તેમના કલેકશનમાં સામેલ થઈ છે. આ કારની કિંમત 13.14 કરોડ રૂપિયા છે. RTO અધિકારીના મતે આ કાર ભારતની સૌથી મોંઘી કાર છે.
મુકેશ અંબાણીની આ કારમાં ખાસ મોડીફિકેશન
આ કાર 31 જાન્યુઆરીએ મુંબઈના તારદેવ RTO ઓફિસમાં રજીસ્ટર થઈ છે. આ કાર ભારતમાં વર્ષ 2018માં લોન્ચ થઈ છે. આ કારની મહત્તમ કિંમત 6.95 કરોડ રૂપિયા છે. આ કારમાં કસ્ટમાઈઝડ મોડીફિકેશનના વિકલ્પ પણ છે. મુકેશ અંબાણીએ કારમાં ખાસ મોડીફિકેશન પણ કરાવ્યા છે. મોડીફિકેશન બાદ કારની કિંમત
13 કરોડ રૂપિયા થઈ છે.
કારના નંબર માટે જ 12 લાખ રૂપિયાનો ખર્ચ
આ કાર માટે વીઆઈપી નંબર માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 12 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કંપનીને એવો નંબર જોઈતો હતો જેમાં પાછળ 001 આવતું હોય.  સામાન્ય રીતે VIP નંબર માટે સાડા ચાર લાખ રૂપિયા ખર્ચ થતો હોય છે. હાલ કોઈ સિરીઝમાં 001 નંબર ઉપલબ્ધ નહોંતો. અંબાણી પરિવાર માટે ખાસ આ સિરીઝ તૈયાર કરવામાં આવી તેથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ત્રણ ગણા રૂપિયા ચૂકવવા પડ્યા.
રજીસ્ટ્રેશન માટે SUV કરતા પણ વધારે રૂપિયાનો ખર્ચ
આ કારનું રજીસ્ટ્રેશન 30 જાન્યુઆરી 2037સુધી વેલિડ છે.આ કાર માટે રિલાયન્સે 20 લાખનો ટેક્સ ચૂકવ્યો છે.રોડ સેફ્ટી ટેક્સના 40 હજાર રૂપિયા અલગથી ભરવામાં આવ્યા છે. આ રોલ્સ રોયસની હેચબેક કાર છે. આ સેગમેન્ટની ત્રીજી કાર અંબાણી પરિવાર પાસે છે.
અંબાણી પરિવારના ગેરેજમાં પહેલાથી Land Rover Defender 110, Lexus LX570, Bentley Bentayga W12, Bentley Bentayga V8, Rolls Royce Cullinan, Land Rover Range Rover, Lamborghini Urus, Merce  જેવી કારોનું કલેકશન છે. આ સાથે તેમની પાસે ટેસ્લાની પણ 2 કાર છે.
Whatsapp share
facebook twitter