Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓગસ્ટ 2022માં ઈસરો લોન્ચ કરશે ચંદ્રયાન-3

08:06 PM Apr 25, 2023 | Vipul Pandya

બે વર્ષ પહેલા ચંદ્રયાન-2 મિશન દરમિયાન ઈસરોનું સ્પેસ ક્રાફટ ચંદ્રની સપાટીને અથડાઈ ગયુ
હોવાથી ચંદ્રયાન-
2 મિશન નિષ્ફળ ગયુ હતું અને દેશમાં
હતાશા છવાઈ ગઈ હતી. પીએમ મોદી ખુદ ઈસરોના ડિરેક્ટરને હિંમત આપવા રૂબરૂ પહોંચ્યા
હતા. ત્યારે ફરી એક વખત હવે ચંદ્રયાન મિશન શરૂ કરવામાં આવ્યુ છે. હવે ચંદ્રયાન-
3 ઓગસ્ટ 2022માં લોન્ચ કરવામાં આવશે. આ અંગેની
સત્તાવાર જાહેરાત અણુ ઊર્જા અને અવકાશના રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કરી
હતી.આ અંગે જાહેરાત કરતા રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યુ હતુ કે
ચંદ્રયાન-2ના અનુભવ અને રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોના સૂચનોના આધારે ચંદ્રયાન-3ની અનુભૂતિ પ્રગતિમાં છે. ઘણા સંબંધિત હાર્ડવેર અને તેમના વિશેષ
પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અને ઑગસ્ટ
2022માં લૉન્ચ થવાનું છે.ઈસરો આ મિશનમાં ઓર્બિટરનો ઉપયોગ કરવાનું વિચાર
કરી રહીછે.

 

કોરોનાને કારણે મિશન પાછા ઠેલાયા

મિશન સતત પાછળ ઠેલાવાના કારણોના
જવાબમાં રાજ્યમંત્રીએ કોરોનાને જવાબદાર ગણાવ્યો હતો
, તેમણે જણાવ્યુ હતુ કે, કોરોનાને કારણે
અંતરિક્ષના ઘણાં મિશન પ્રભાવીત થયા છે. જેને કારણે અનેક મિશન પાછા ઠેલાયા છે.

 

19 મિશન શરૂ કરવાનું પ્લાનિંગ

અંતરિક્ષ વિભાગે 2022માં 19 મિશન શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું છે.
આ વર્ષે ઈસરો
08 લોન્ચ વ્હિકલ મિશન, 07 સ્પેસક્રાફ્ટ મિશન અને 04 ટેક્નોલોજી
ડિમોન્સ્ટ્રેટર મિશન પૂરા કરશે. અંતરિક્ષ ક્ષેત્રમાં સુધારાની સાથે અંતરિક્ષ વિભાગ
માંગ-સંચાલિત મોડલના આધાર પર સેટેલાઈટની ભવિષ્યની જરૂરિયાતોની સમીક્ષા કરવામાં આવી
રહી છે. આ અંગેની માહિતી રાજ્યમંત્રીએ લેખિતમાં લોકસભામાં રજૂ કરી હતી.