Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ટૂ-વ્હિલર ચાલકો ડેકીમાં કિંમતી સામાન મૂકતા પહેલા રાખો ધ્યાન, અમદાવાદમાં ચોર ટોળકી સક્રિય!

12:01 AM Apr 23, 2023 | Vipul Pandya

વાહનોની ડેકીમાં રોકડ અને કિંમતી વસ્તુઓ રાખતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 6 લાખ રૂપિયાની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વિગત એવી છે કે ઓઢવ ખાતે વરુણ ટી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ધરાવતા અને ચાનો હોલસેલ વેપાર કરતાં કેતન જૈન ગુરુવારે બપોરના સમયે પોતાના મોટાભાઈ રાહુલ જૈન સાથે માધુપુરા ગંજ બજાર ખાતે ચાના સેમ્પલ લેવા માટે નીકળ્યા હતા. તે સમયે તેમણે ધંધાના કલેક્શનના રોકડા 6 લાખ 90 હજાર રૂપિયા એક્ટિવાની ડેકીમાં મૂક્યા હતા. ફરિયાદી અને તેમનો ભાઈ ઘીકાંટા ચાર રસ્તા ખાતે આવેલી યસ બેન્કમાં 90 હજાર રૂપિયા જમા કરાવીને બેન્કમાંથી મૂર્તિમંત કોમ્પ્લેક્સ સામે મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ ફરિયાદી ઓઢવ ખાતે ફેકટરીએ પહોંચતા એક્ટિવાની ડેકીમાં જોતા તેમાં મૂકેલા 6 લાખ રૂપિયા ન હોવાનું સામે આવ્યું હતું. બેંકની બહારના CCTVમાં ચેક કરાતાં જાણવા મળ્યું હતું કે અજાણ્યા ઇસમે ડેકી ખોલી તેમાંથી 6 લાખની ચોરી કરી હતી.  આ સમગ્ર મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.