Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આજના દિવસે ગણપતિની પૂજા છે વિશેષ ફળદાયી

10:27 PM Apr 17, 2023 | Vipul Pandya

આજે એટલે કે 27મી જુલાઈને મંગળવારે સંકષ્ટી ચતુર્થી હોય છે. અષાઢ કૃષ્ણ તિથિ ચતુર્થી એટલે કે અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાને શરણે જાય છે.
 
મંગળવારે આવતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે  જીવનમાં આવતા બધા કષ્ટો દુંદાળા દેવ હરે છે. 
આજના દિવસે  ગણપતિની પૂજા વિશેષ ફળદાયી
આજના દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે. જે વિશેષ ફળદાયી રહે છે. આજે મોદક,દૂર્વા,લાલ ગુલાબ કે જાસૂદના પુષ્પ ધરાવવાથી ગણપતિ  દાદાના વિશેષ આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના બધા દુ:ખ દૂર થાય છે. દર મહિને પૂર્ણ ચંદ્ર પછી આવતી  ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. જ્યારે અમાવાસ્યા પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આમ મહિનામાં બે વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. 
અંગારકી સંકષ્ટી ચતુર્થી શુભ મુહૂર્ત 
 
ચતુર્થી તિથિ  સાંજે સવારે 9થી 12 વાગ્યા સુધી બપોરે 1.00 થી 02:16 સુધી રહેશે.