+

શું 30 ટકા ટેક્સ બાદ ક્રિપ્ટોકરન્સી પર ભરવો પડી શકે છે વધારાનો 28 ટકા GST?

કેન્દ્ર સરકારે બજેટ 2022માં ક્રિપ્ટો કરન્સીમાંથી થનારા નફા પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે. હવે તેને GSTની અંદર સામેલ કરવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ ચર્ચા એટલા માટે ચાલુ થઇ ગઇ છે કારણ કે સરકારે ક્રિપ્ટો કરન્સીને ઘોડાદોડ અને લૉટરીની શ્રેણીમાં રાખી છે. હાલમાં ઘોડા દોડ અને લૉટરી પર 28 ટકા GST ચૂકવવો પડે છે એટલા માટે સરકાર ક્રિપ્ટો કરન્સી પર 28 ટકા GST વસૂલી શકે છે. જોકે તેમાં હાલમાં GSTને લઇને સરક

કેન્દ્ર સરકારે બજેટ 2022માં ક્રિપ્ટો કરન્સીમાંથી થનારા નફા પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે. હવે તેને GSTની અંદર સામેલ કરવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ ચર્ચા એટલા માટે ચાલુ થઇ ગઇ છે કારણ કે સરકારે ક્રિપ્ટો કરન્સીને ઘોડાદોડ અને લૉટરીની શ્રેણીમાં રાખી છે. હાલમાં ઘોડા દોડ અને લૉટરી પર 28 ટકા GST ચૂકવવો પડે છે એટલા માટે સરકાર ક્રિપ્ટો કરન્સી પર 28 ટકા GST વસૂલી શકે છે. જોકે તેમાં હાલમાં GSTને લઇને સરકાર તરફથી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.  

 

સરકારે ક્રિપ્ટોને મિલકતની કેેટગરીમાં ગણીને 30 ટકા કર લગાવ્યો છે. ક્રિપ્ટોને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના રૂપમાં પરિભાષિત કરવામાં આવી છે. આમાં ક્રિપ્ટોને ન તો સિક્યોરિટી માનવામાં આવી છે ન તો રૂપિયાની માન્યતા આપવામાં આવી છે. જાણકારોનું કહેવું છે કે જો ક્રિપ્ટોને સિક્યોરિટીઝનો દરજ્જો આપવામાં નહીં આવે તો ક્રિપ્ટોના ખરીદ-વેચાણ પર GST પણ લાગી શકે છે જેમાં શંકાને કોઇ સ્થાન નથી.  

આયકર અધિનિયમ 1961 પ્રમાણે કોઇ પણ સ્ત્રોતથી પ્રાપ્ત આવક જેનો ઉલ્લેખ ટેક્સના દાયરામાં નથી કરવામાં આવ્યો તે આયકરના દાયરામાં હોય. તેમજ જો કોઈ સેવાના સપ્લાય પર કોઈ વિશેષ છૂટ આપવામાં આવી નથીતો તેના પર GST લાગુ થઇ શકે છે. ક્રિપ્ટો કરન્સી માટે આવી કોઈ છૂટ ન હોવાથી તે GST હેઠળ પણ આવી શકે છે. 

 

GSTની કલમ 2(75) મુજબનાણાંનો અર્થ ભારતીય કાનૂની ચલણ અથવા FEMA એક્ટ હેઠળ આવરી લેવામાં આવેલ વિદેશી ચલણ છે. મોટાભાગની વર્ચ્યુઅલ કરન્સી આ વ્યાખ્યા હેઠળ આવતી નથી. તેથીતેને પૈસા તરીકે ગણી શકાય નહીં. 

સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ1956 ની કલમ 2 જણાવે છે કે સિક્યોરિટીઝનો અર્થ શેરસ્ક્રીપ્સસ્ટોક્સબોન્ડ્સડિબેન્ચર્સડિબેન્ચર સ્ટોક અથવા સમાન પ્રકારની અન્ય માર્કેટેબલ સિક્યોરિટીઝ, અથવા કોઈપણ સંસ્થાપિત કંપની થાય છે. આમઆમાં વર્ચ્યુઅલ કરન્સીનો કોઈ ઉલ્લેખ નથી. તેથીક્રિપ્ટોકરન્સી GSTને આકર્ષી શકે છે. 

Whatsapp share
facebook twitter