+

કોરોના કાયમ આપણા વચ્ચે રહેશે કે પછી હજુ નવા વેરિયન્ટ દુનિયાની વધારશે ચિંતા, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો

સમગ્ર વિશ્વ કોરોના મહામારીના વરવા સ્વરૂપથી વાકેફ રહ્યુ છે. કોરોનાની બીજી લહેર સૌથી વધારે ઘાતક બની હતી આફ્રિકાથી આવેલા ઓમિક્રોન વેરિયન્ટે ભારત સહિત વિશ્વના તમામ દેશોની ચિંતા વધારી છે.ઓમિક્રોન વેરિયન્ટ રસી લીધેલા લોકો માટે જીવલેણ નથી તેવો નિષ્ણાંતોએ મત આપ્યો છે તો બીજીતરફ ઓમિક્રોન પછી પણ નવો વેરિયન્ટ એન્ટ્રી લઈ શકે છે તેવી સંભાવના પણ વૈજ્ઞાનિકોએ વ્યકત કરી છે.કોરોના નાબૂદ થવા

સમગ્ર વિશ્વ કોરોના મહામારીના વરવા સ્વરૂપથી વાકેફ રહ્યુ છે. કોરોનાની બીજી લહેર સૌથી વધારે ઘાતક બની હતી આફ્રિકાથી આવેલા ઓમિક્રોન વેરિયન્ટે ભારત સહિત વિશ્વના તમામ દેશોની ચિંતા વધારી છે.

ઓમિક્રોન વેરિયન્ટ રસી લીધેલા લોકો માટે જીવલેણ નથી તેવો નિષ્ણાંતોએ મત આપ્યો છે તો બીજીતરફ ઓમિક્રોન પછી પણ નવો વેરિયન્ટ એન્ટ્રી લઈ શકે છે તેવી સંભાવના પણ વૈજ્ઞાનિકોએ વ્યકત કરી છે.

કોરોના નાબૂદ થવા પર વૈજ્ઞાનિકોએ પોતાનો મત આપ્યો છે. નિષ્ણાતો અનુસાર હાલમાં થઈ રહેલ કોરોના રસીકરણ અભિયાન ઓમિક્રોન સામેની જંગ માટે પૂરતું નથી.  વૈજ્ઞાનિકોના રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોનાની રસી માનવ શરીરમાં કેટલીક જ એન્ટિબોડી બનાવે છે. કોરોના આવનારા સમયમાં સામાન્ય બિમારી જાહેર થઈ શકે છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોરોનાના કારણે લાખો લોકો મોતને ભેટ્યા તો વિકસિત દેશોની પણ આર્થિક રીતે કમર તૂટી છે. દુનિયાભરના લોકો કોરોના મહામારી ઝડપથી પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા છે તેવામાં નિષ્ણાતો મુજબ કોરોના કાયમ આપણા વચ્ચે રહેશે. હવે આપણે કોરોના વચ્ચે જીવવાનું શીખવું પડશે.

વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
વાયરોલોજીસ્ટ એરિસ કાટજોરાકિસે કોરોના મહામારી મુદ્દે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે- ‘ચોક્કસથી કોરોના મહામારી સામાન્ય બિમારી બની જશે પરંતુ તેને હળવાશથી લેવાની જરૂર નથી કેમ કે તે હજી પણ ઘાતક પૂરવાર થઈ શકે છે.’

ઓમિક્રોનનું જોખમ વધ્યું
પ્રાથમિક રિસર્ચમાં બહાર આવ્યું હતું કે ‘ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટ કરતા ખત્તરનાક નથી’. ઓમિક્રોન વેરિયન્ટમાં મોત થવાના કેસો ખૂબ ઓછા છે અને હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની જરૂર પડી નથી. હવે ધીમે ધીમે સંક્રમણ વધતા હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે.

Whatsapp share
facebook twitter