+

ભારતે ઓસ્ટ્રેલિયાને સેમીફાઈનલમાં આપી માત, 5મી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલી અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમ પહોંચી છે. એન્ટિગુઆના કુલીઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 96 રનથી હાર આપી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 290 રન બનાવ્યા હતા.ભારતીય ટીમના સુકાની યશ ધુલેએ 110 રન બનાવ્યા હતા.જ્યારે, વાઇસ કેપ્ટન શેખ રાશિદે 94 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ મેેદà

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલી અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમ પહોંચી છે. એન્ટિગુઆના કુલીઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 96 રનથી હાર આપી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 290 રન બનાવ્યા હતા.


ભારતીય ટીમના સુકાની યશ ધુલેએ 110 રન બનાવ્યા હતા.જ્યારેવાઇસ કેપ્ટન શેખ રાશિદે 94 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ મેેદાન પર ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 41.5 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી લચલન શોએ 51 રનની ઇનિંગ રમી હતી. ફાઇનલમાં ભારતનો મુકાબલો વર્ષ 1998ની ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડ સામે થશે. આ મેચ 5 ફેબ્રુઆરીએ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે.

 

ભારતીય ટીમઆ ચાર વખત ચેમ્પિયન રહી છે તો  8મી વખત ફાઇનલમાં પહોંચી છે. અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ ભારતના નામે છે. ટીમ ઈન્ડિયા 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020 અને 2022માં આ વર્ષે ફાઇનલમાં પહોંચી છે. ભારતે 2000, 2008, 2012 અને 2018માં વર્લ્ડ કપ જીત્યો હતો. જ્યારે 2006, 2016 અને 2020માં ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

 

અંડર-19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંને ટીમો વચ્ચે કુલ 8 મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 6 અને ઓસ્ટ્રેલિયાએ 2 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા સામેની આ ટૂર્નામેન્ટમાં ભારત છેલ્લા 24 વર્ષમાં એક પણ મેચ હાર્યું નથી. છેલ્લી વખત ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે 1998માં જીતી હતી.

Whatsapp share
facebook twitter