Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RBI આ વર્ષે જ ડિજિટલ કરન્સી કરશે લોન્ચ, બ્લોકચેન આધારિત હશે કરન્સી

01:43 PM May 01, 2023 | Vipul Pandya

નાણામંત્રી નિર્મલા સીતારમણે ચોથી વખત સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું. ખાસ કરીને ટેક્સપેયર્સની નજર આ બજેટ ઉપર હતી. મધ્યમ વર્ગને આશા હતી કે સરકાર ટેક્સમાં 2.5 લાખથી વધારીને થોડી રાહત આપશે, પરંતુ એવું કશુ થયું નહીં. સરકાર તરફથી આ બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ રાહત આપવામાં આવી નથી.
આ સાથે જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ડિજિટલ કરન્સી શરૂ કરવાની વાત કરી. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આ વર્ષે ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે. તે બ્લોકચેન આધારિત કરન્સી હશે. આ ડિજિટલ કરન્સી 2022-23ની શરૂઆતમાં જારી કરવામાં આવશે તેમ જણાવ્યું. પણ આ બ્લોકચેન શું છે, તે કેવી રીતે કામ કરે છે,  ડિજિટલ કરન્સી શું છે, સામાન્ય લોકોને તેનાથી શું ફાયદો થશે તે પણ જાણીએ.
નિર્મલા સીતારમણે કહ્યું કે, ડિજિટલ કરન્સી આવ્યા પછી કરન્સી મેનેજમેન્ટ સિસ્ટમ સરળ અને સસ્તી થઈ જશે તો ઈકોનોમીને પણ વેગ મળવાની સંભવાના છે. ડિજિટલ કરન્સી બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે. આ કરન્સીને ભારતમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC)નામ આપવામાં આવ્યું છે. તે રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવશે. આ કેશનું ઈલેક્ટ્રોનિક સ્વરૂપ છે. જે રીતે તમે રોકડા રૂપિયાની લેવડ-દેવડ કરો છો એવી જ રીતે ડિજિટલ કરન્સીની લેવડ-દેવડ કરી શકો છો. CBDC કેટલીક હદ સુધી ક્રિપ્ટો કરન્સીની જેમ કામ કરે છે. રિઝર્વ બેન્ક પાસેથી તમને ડિજિટલ કરન્સી તો મળશે પણ તમે આ કરન્સીથી પેમેન્ટ કરશો કે કોઈને ટ્રાન્સફર કરશો તો એની પાસે પહોંચી જશે. આ કેશ જેવું જ કામ કરશે, પણ હશે ડિજિટલ. ન કોઈ વોલેટમાં જશે કે ન કોઈ બેન્ક એકાઉન્ટમાં જશે. ડિજિટલ કરન્સી માટે કોઈપણ વ્યક્તિને બેન્કમાં ખાતું ખોલાવવાની જરૂર પડતી નથી. આ ઓફલાઈન પણ થઈ શકે છે. આ કરન્સીની ખાસ વાત એ છે કે, તમે તેને ફિઝિકલ કરન્સીમાં બદલી શકો છો. 
ડિજિટલ કરન્સીના 2 પ્રકાર છે
પ્રથમ રિટેલ ડિજિટલ કરન્સી, જે સામાન્ય લોકો અને કંપનીઓને જારી કરવામાં આવે છે. બીજું જથ્થાબંધ ડિજિટલ કરન્સી છે. જેનો ઉપયોગ નાણાકીય સંસ્થાઓ કરી શકશે.
બ્લોકચેન શું છે?
બ્લોકચેનને સાદા શબ્દોમાં સમજીએ બ્લોક એ બહુવિધ ડેટા બ્લોકનો સંદર્ભ આપે છે. એટલે કે આ બ્લોક્સમાં ડેટા રાખવામાં આવે છે. અહીં અલગ અલગ બોક્સમાં કરન્સી એટલે કે ડેટા છે. વિવિધ બોક્સમાં કરન્સી રાખવાથી અહીં ડેટાની લાંબી સાંકળ બને છે. જ્યારે કોઈ નવો ડેટા આવે છે, ત્યારે તેને નવા બ્લોકમાં રેકોર્ડ કરવામાં આવે છે. જ્યારે બ્લોક ડેટાથી ભરવામાં આવે છે, ત્યારે તે અગાઉના બ્લોકમાં જોડાય છે. એ જ રીતે તમામ બ્લોક્સ એકબીજા સાથે જોડાયેલા છે. બ્લોકચેન ટેકનોલોજી વિનિમય પ્રક્રિયામાં કામ કરે છે.. આ ટેક્નોલોજીમાં માત્ર કરન્સી જ નથી બનાવવામાં આવતું, પરંતુ તમે તેને ડિજીટલાઈઝ કરીને કોઈપણ વસ્તુનો રેકોર્ડ રાખી શકો છો. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. આ ડિજિટલ કરન્સી પણ દુનિયાભરમાં ચાલી રહેલી બિટકોઈન અને બીજી ક્રિપ્ટોકરન્સીની જેમ બ્લોકચેન અને અન્ય બીજી ક્રિપ્ટોની ટેકનિક પર કામ કરશે. તો હવેથી બજારમાં શોપિંગ માટે જાઓ તો ખિસ્સામાં નોટ રાખીને જવાની જરૂર નથી.