+

બજેટની અસર તમારા ખિસ્સા પર પણ પડી, જાણો શું સસ્તું થયું અને શું મોંઘું થયું…

કોરોના મહામારીની ત્રીજી લહેર વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2022-23 રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે દેશને ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો છે. કેટલીક પ્રોડક્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દેવામાં આવી છે. જેના કારણે આ પ્રોડક્ટ્સ મોંઘી થઈ ગઈ છે. સરકારે કેટલીક પ્રોડક્ટ્સ પર આયાત ડ્યૂટી પણ ઘટાડી છે. આવી સ્થિતિમાં રજૂ થયેલા બજેટની અસર તમારા ખàª
કોરોના મહામારીની ત્રીજી લહેર વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2022-23 રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે દેશને ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો છે. કેટલીક પ્રોડક્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દેવામાં આવી છે. જેના કારણે આ પ્રોડક્ટ્સ મોંઘી થઈ ગઈ છે. સરકારે કેટલીક પ્રોડક્ટ્સ પર આયાત ડ્યૂટી પણ ઘટાડી છે. આવી સ્થિતિમાં રજૂ થયેલા બજેટની અસર તમારા ખિસ્સામાં શું અસર થશે?. જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું? 
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોબાઈલ ફોન ચાર્જર, મોબાઈલ ફોન કેમેરા લેન્સ, ટ્રાન્સફોર્મર્સના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપવાની જાહેરાત કરી છે. જ્યારે જ્વેલરી ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવા માટે, સરકારે કટ અને પોલિશ્ડ હીરા સાથેના જેમ્સ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરી છે. સિમ્પલી સોન્ડ ડાયમંડ પર કોઈ કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવશે નહીં. જ્યારે સરકારે છત્રી પર ડ્યૂટી વધારી 20 ટકા કરી દેવામાં આવી છે. નવા બજેટની અસર ઘણી વસ્તુઓ પર પડી છે. 18 વસ્તુઓના ભાવમાં વધારો થયો છે અને માત્ર 8 વસ્તુઓ સસ્તી થઈ છે. હકીકતમાં હવે 90 ટકા વસ્તુઑને GSTમાં સમાવી લેવામાં આવી છે. પરંતુ વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવતી વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટીની અસર પડતી હોય છે જેમને બજેટમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. તેથી, બજેટની જાહેરાતોની અસર પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજી, દારૂ, ચામડું, સોનું અને ચાંદી, ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો, મોબાઈલ, રસાયણો, વાહનો જેવી આયાતી વસ્તુઓના ભાવ પર પડે છે.ઉપરોક્ત વસ્તુઓ પર સરકાર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારતા હોય છે અથવા ઘટાડતા હોય છે. કેટલાક પર એક્સાઇઝ પણ લાદવામાં આવતા હોય છે.
શું થયું સસ્તું?
ચામડું, કપડા, ખેતીનો સામાન, પેકેજિંગ ડબ્બા, પોલિશ્ડ ડાયમંડ, વિદેશી છત્રી, મોબાઈલ ફોન ચાર્જર અને જેમ્સ એન્ડ જ્વેલરી સસ્તા થશે. જેમ્સ એન્ડ જ્વેલરી પર કસ્ટમ ડ્યુટીને ઘટાડીને 5 ટકા કરાઈ છે.
શું મોંઘું થયું?
આયાત જકાતમાંથી મુક્તિ દૂર કરીને કેપિટલ ગુડ્સ પર આયાત જકાત 7.5 ટકા લાદવામાં આવી છે. ઈમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે જેથી તેની આયાત ઘટાડી શકાય. વિદેશી છત્રી પણ મોંઘી થશે. આ સિવાય આ વર્ષે ઓક્ટોબરથી નોન-બ્લેન્ડિંગ ઈંધણ પર 2 રૂપિયા પ્રતિ લિટરના દરે એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવશે.
Whatsapp share
facebook twitter