+

અમદાવાદમાં સિમ સ્વેપ કરી લાખોની ઉચાપત કરતી ગેંગનો એક શખ્સ સકંજામાં

અમદાવાદમાં સિમ સ્વેપ કરીને બેન્ક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરતી ગેંગના એક  સભ્યની વટવા પોલીસે ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આરોપીના મોબાઈલમાંથી અલગ રાજ્યમાંથી મેળવેલા ફ્રોડના નાણાની માહિતી પણ પોલીસને મળી આવી છે. વટવા વિસ્તારમાં રહેતા ધીરજ અડિયોલ સાથે 9 લાખ રૂપિયાની છેતરપિંડીનો બનાવ બન્યો હતો. ધીરજનો નંબર બેંકમાં અપડેટ કરવાના બહાને ફોનમાં આવેલા ઓટીપી નંબર મેળવીને 9 લાખ 93 હજાર રà
અમદાવાદમાં સિમ સ્વેપ કરીને બેન્ક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરતી ગેંગના એક  સભ્યની વટવા પોલીસે ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આરોપીના મોબાઈલમાંથી અલગ રાજ્યમાંથી મેળવેલા ફ્રોડના નાણાની માહિતી પણ પોલીસને મળી આવી છે. વટવા વિસ્તારમાં રહેતા ધીરજ અડિયોલ સાથે 9 લાખ રૂપિયાની છેતરપિંડીનો બનાવ બન્યો હતો. ધીરજનો નંબર બેંકમાં અપડેટ કરવાના બહાને ફોનમાં આવેલા ઓટીપી નંબર મેળવીને 9 લાખ 93 હજાર રૂપિયા ફરિયાદીના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેને લઈને વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ધીરજ અડિયોલની ફરિયાદને  ધ્યાનમાં લઈને વટવા પોલીસે  તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ફરિયાદીના પૈસા હરિયાણા ખાતે સુગલ એન્ડ દામાણી યુટિલિટી સર્વિસ પ્રા.લી.કંપનીના એક્સિસ બેન્કમાં ટ્રાન્સફર થયા હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે એક ટીમ બનાવી હરિયાણા ગુડગાવ ખાતે મોકલી હતી. અને પોલીસે પ્રાથમિક તપાસ કરતા સુગલ એન્ડ દામાણી યુટિલિટી સર્વિસ પ્રા.લી. કંપનીમાં ફ્રોડના રૂપિયા 15થી વધુ અલગ-અલગ ખાતામાંથી ટ્રાન્સફર થયા હતા. જેને લઈને પોલીસે કંપનીના મેનેજર અભિષેક ચૌધરીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલામાં યુપીમાં રહેતો એક આરોપી વોન્ટેડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Whatsapp share
facebook twitter