Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, રિકવરી રેટમાં થયો વધારો

08:06 AM Apr 22, 2023 | Vipul Pandya

ભારતમાં કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જે રાહતના સમાચાર ગણી શકાય. ત્યારે એક દિવસમાં કોરોનાના નવા 2.10 લાખ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોના વાયરસના નવા 2 લાખ 10 હજાર દર્દીઓ નોંધાયા છે. એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ દેશમાં 18.31 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે જે રાહતના સમાચાર કહી શકાય. એક દિવસમાં 2.62 લાખ દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાએ 959 દર્દીઓનો ભોગ લીધો છે. દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં જોવા મળ્યાં છે. કેરળમાં સતત બીજા દિવસે 50 હજારથી વધુ કેસ સામે આવ્યાં છે.દૈનિક પોઝિટિવિટી રેટ 15.77 ટકા થઈ ગયો છે. ભારતમાં સતત કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ ચિંતાની વાતએ છે મૃત્યું આંકમાં સતત વધારો જોવા મળ્યો છે.