Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં

11:33 AM Apr 29, 2023 | Vipul Pandya

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ડિસેમ્બરમાં પૂર્ણ થયો હતો.અને 5 જાન્યુઆરીએ નવી મતદાર યાદી પ્રસિદ્ધ પણ કરી દેવામાં આવી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવાનોએ મતદાર યાદીમાં નામ સામેલ કરાવ્યા છે. સાથે જ મતદારોએ તેમના નામ અને એડ્રેસમાં સુધારો કરાવ્યો છે. લોકો હવે વોટર આઇડી કાર્ડ કયારે મળશે તેની રાહ જોઈએ રહ્યા છે. જો કે હવે બુથ ઓફિસર દ્વારા નહીં પરંતુ પોસ્ટ દ્વારા વોટર આઇડી કાર્ડ મળશે. જો કે પહેલા વોટર આઇડી કાર્ડ જે તે વિસ્તારના બુથ ઓફિસ દ્વારા ઘરે ઘરે આપવા માટે આવતા હતા. પરંતુ પહેલી વખત વોટર આઇડી કાર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં 2 લાખ 40 હજાર જેટલા વોટર આઇડી કાર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. માર્ચ મહિના સુધીમાં વોટર આઇડી કાર્ડ પહોંચાડી દેવામાં આવશે. જે લોકોએ ફોર્મ ભર્યું છે અને તેમાં જે એડ્રેસ આપ્યું છે તે એડ્રેસ પર પોસ્ટ દ્વારા વોટર આઇડી પહોંચાડવામાં આવશે.