Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ બેંકોએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર, તમારું અકાઉન્ટ તો નથીને આ બેંકોમાં ચેક કરી લેજો…

01:25 AM Apr 26, 2023 | Vipul Pandya

બેંકો સમયાંતરે તેમના નિયમોમાં ફેરફાર કરતી રહે છે, પરંતુ ઘણા ગ્રાહકોને યોગ્ય સમયે ફેરફારોની જાણ હોતી નથી અને પછી તેમને નુકસાન સહન કરવું પડે છે. જો તમે SBI, PNB કે બેંક ઓફ બરોડા ના ગ્રાહક છો, તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. આ ત્રણેય બેંકો કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમો 1 ફેબ્રુઆરી, 2022થી તમામ ખાતાધારકો માટે લાગુ થશે. જો કે આ બેંકોએ તેમના ખાતાધારકોને નિયમોમાં ફેરફાર વિશે ઘણી વખત જાણ કરી છે, પરંતુ હજુ પણ ઘણા લોકો એવા છે જેઓ આ ફેરફારો વિશે જાણતા નથી. તો  જાણીએ નિયમોમાં થયેલા ફેરફારો વિશે.
બેંક ઓફ બરોડાએ ચેક ક્લિયરન્સના નિયમોમાં ફેરફાર કર્યો
બેંક ઓફ બરોડાના ગ્રાહકોને જણાવી દઈએ કે આ બેંક 1 ફેબ્રુઆરીથી ચેક ક્લિયરન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. 1 ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે ગ્રાહકોએ પોઝિટિવ પે સિસ્ટમનું પાલન કરવું પડશે. હવે ગ્રાહકોને ચેક આપ્યા બાદ તે ચેકથી સંબંધિત માહિતી બેંકને મોકલવી પડશે. નહિંતર, તમારો ચેક ક્લિયર થશે નહીં. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેંકે આ નિર્ણય લીધો છે. તમે મેસેજ, ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા પણ બેંકને ચેક વિશે જાણ કરી શકો છો. આ ફેરફાર માત્ર 10 લાખથી વધુની રકમવાળા ચેક માટે છે. જો તમે આ રકમ કરતાં ઓછી રકમનો ચેક જારી કર્યો છે, તો તમારે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં.
PNBમાં આ નિયમોમાં થયા ફેરફાર
પંજાબ નેશનલ બેંક જે ફેરફારો કરવા જઈ રહી છે તેનાથી ગ્રાહકોને ચિંતા થઈ શકે છે. PNB દ્વારા બદલાયેલા નિયમો અનુસાર, જો તમારા ખાતામાં પૈસા ન હોવાને કારણે તમારા હપ્તા અથવા રોકાણનું ડેબિટ નિષ્ફળ જાય છે, તો તમારે મોટું નુકસાન સહન કરવું પડશે. આ માટે તમારા પર 250 રૂપિયાનો દંડ લાગશે. અત્યાર સુધી આ માટે 100 રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો. આ સિવાય જો તમે ડિમાન્ડ ડ્રાફ્ટ કેન્સલ કરો છો કે રદ કરો છો તો તમારે 100 રૂપિયાની જગ્યાએ 150 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ તમામ નિયમો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.
SBIમાંથી પૈસા ટ્રાન્સફર કરવા મોંઘા થઈ જશે
જો તમે SBI ગ્રાહક છો તો પૈસા ટ્રાન્સફર કરવા તમારા માટે વધુ મોંઘા થઈ જશે. SBIની વેબસાઈટ અનુસાર, બેંક 1 ફેબ્રુઆરીથી IMPS(ઇમિડેટ પેમેન્ટ સર્વિસ) ટ્રાન્ઝેક્શનમાં નવો સ્લેબ ઉમેરવા જઈ રહી છે, જે રૂ. 2 લાખથી રૂ. 5 લાખ સુધીનો છે. હવે ગ્રાહકોએ IMPS દ્વારા બેંકમાંથી 2 થી 5 લાખ રૂપિયા સુધીના પૈસા મોકલવા માટે 20 રૂપિયા ઉપરાંત GST ચૂકવવો પડશે.