+

AMCએ સ્વચ્છતા વેરો વધારવાનો નિર્ણય મોકૂફ રાખ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની સતધારી પાર્ટી દ્વારા સ્વછતા માટે વેરો વધારવાની દરખાસ્ત હાલ પુરતી મુલત્વી રાખવામા આવી છે. ચાલુ વર્ષે ચુટણી આવી રહી છે ત્યારે આ પ્રકારની દરખાસ્ત મંજૂર કરીને ભાજપ નાગરિકોને નારાજ  કરવા માંગતી નથી. દરખાસ્તમાં સ્વચ્છતા માટે શહેરીજનો પાસે ટેક્સમાં વધારો કરવાની રજૂઆત કરાઇ હતી. હાલ ડોર ટુ ડમ્પ યોજના અંતર્ગત કચરાના નિકાલ માટે 1 રૂપિયાના રહેણાંકમાં અને
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની સતધારી પાર્ટી દ્વારા સ્વછતા માટે વેરો વધારવાની દરખાસ્ત હાલ પુરતી મુલત્વી રાખવામા આવી છે. ચાલુ વર્ષે ચુટણી આવી રહી છે ત્યારે આ પ્રકારની દરખાસ્ત મંજૂર કરીને ભાજપ નાગરિકોને નારાજ  કરવા માંગતી નથી. દરખાસ્તમાં સ્વચ્છતા માટે શહેરીજનો પાસે ટેક્સમાં વધારો કરવાની રજૂઆત કરાઇ હતી. હાલ ડોર ટુ ડમ્પ યોજના અંતર્ગત કચરાના નિકાલ માટે 1 રૂપિયાના રહેણાંકમાં અને 3 રૂપિયા કોમર્શિયલ એકમ દીઠ વસુલવામાં આવે છે.. જેમાં સૂચિત વધારો 3 રૂપિયા રહેણાકમાં અને 5 રૂપિયા કોર્મશીયલમાં કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી.. આ વધારાના કરવા માટે વિપક્ષે દેખાવો પણ કર્યા હતા. ત્યારે સ્ટેન્ડીગ કમિટીમાં સમગ્ર મામલે હાલ કોઈ નિર્ણય રાખવામાં આવ્યો નથી. 
ઓક્ટોબર 2018 થી ડોર ટુ ડમ્પ કચરાના નિકાલ માટે ટેક્સમાં ચાર્જ વસુલવામાં આવે છે. જે તે સમયે જ જોગવાઈ કરવામાં આવી હતી કે ભવિષ્યમાં ચાર્જ અંગે વિચારવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી, જેના પર અંતિમ મહોર સ્ટેન્ડિંગ કમિટીમાં લાગશે. તે અંગે પણ જે તે સમયે જ દરખાસ્ત કરાઈ હતી. સ્વચ્છતા સર્વેક્ષણ માં દરેક સુધરવા માટે ટેક્સ વધારવાની દરખાસ્ત કમિશનર લોચન શહેરા દ્વારા કરાઈ હતી જે હાલ સ્ટેન્ડિંગ કમિટીએ મોકૂફ રાખી છે
Whatsapp share
facebook twitter