Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હિમાચલમાં હિમવર્ષાના કારણે બંધ હતો રસ્તો, લગ્ન કરવા JCB લઇને પહોંચ્યા વરરાજા…!

07:56 AM Apr 26, 2023 | Vipul Pandya

લગ્નમાં જાનૈયાઓનો એક અલગ સ્વેગ હોય છે. કેટલાક વરરાજાઓ બગી પર જાન લઇને પહોંચે છે. તો કેટલાક ઘોડી પર, અને કેટલાક તો મોંઘી લક્ઝરી કારમાં આવે છે. પરંતુ જ્યારે એક વરરાજા JCB પર દુલ્હન લેવા ગયા અને વીડિયો થઇ ગયો વાયરલ. આ ઘટના હિમાચલ પ્રદેશના સિરમૌરની છે. જ્યાં એક વરરાજાએ હિમવર્ષામાં પોતાની દુલ્હનને લેવા લક્ઝરી કાર કે ઘોડી પર નહીં પરંતુ JCB લઇને પહોંચ્યા. જે રસ્તા પરથી જાન પસાર થવાની હતી, તે રસ્તા પર 3 ફૂટથી વધુ બરફ જામી ગયો હતો જેના કારણે રસ્તો બંધ હતો.

પહેલા બરફ હટાવાની કોશિશ કરી
મળતી માહિતી મુજબ, જાનને સંગડાહ પાસે જાવગાથી સૌંફર ગામ જવાનું હતું. પરંતુ સંગડાહથી લગભગ 8 કિલોમીટર આગળ હિમવર્ષાના કારણે રસ્તો બંધ થઇ ગયો હતો. પહેલા તો JCBથી બરફ હટાવાની કોશિશ કરવામાં આવી, પરંતુ જ્યારે વાત ન બની તો વરરાજા, પરિવાર અને જાનૈયા ખુદ JCB પર જાન લઇ પહોંચી ગયા.

એટલું જ નહીં, વિદાઇ બાદ જાન પરત જતા સમયે એક વધુ JCBની મદદ લેવી પડી. એટલે કે વરરાજા અને દુલ્હને 30 કિલોમીટરની સફર JCBમાં કરી અને લગ્ન બંધનમાં બંધાયા. તમને જણાવી દઇએ કે સંગહાડના ઉપરના ભાગમાં છેલ્લા કેટલાય દિવસથી હિમવર્ષા પડી રહી છે. જેના કારણે 2થી 3 ફૂટ સુધી બરફ જામી ગયો છે. અને આસપાસના લોકોનું જીવન પ્રભાવિત થયું છે. હિમવર્ષાના કારણે હિમાચલના સંગડાહ-ચૌપાલ, હરિપુરધાર-નૌહરાધાર, સંગડાહ-ગત્તાધાર અને નૌહરાધાર-સંગડાહ સહિતના રસ્તાઓ પર બરફ જામી ગયો છે. જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.