+

કેન્દ્રીય બજેટમાં કયા સેક્ટરના લોકોની શું છે માગ?, ગુજરાતના વેપારીઓની શું છે અપેક્ષા?

આગામી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ચોથી વખત બજેટ રજૂ કરશે. ત્યારે દર વર્ષની જેમ અલગ- અલગ સેક્ટર્સ આગામી બજેટથી ઘણી આશા છે. કૃષિથી લઇને રિયલ એસ્ટેટ સુધી તમામ સેક્ટર્સને આ બજેટથી ફાયદો થવાની સંભાવના પણ છે. ત્યારે નોકરીયાત વર્ગ પણ નાણામંત્રી પાસે ટેક્સ છૂટમાં સીમા વધારવાની આશા રાખી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી બજેટમાં ટેક્સ છૂટમાં કોઇ વધારો ન
આગામી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ચોથી વખત બજેટ રજૂ કરશે. ત્યારે દર વર્ષની જેમ અલગ- અલગ સેક્ટર્સ આગામી બજેટથી ઘણી આશા છે. કૃષિથી લઇને રિયલ એસ્ટેટ સુધી તમામ સેક્ટર્સને આ બજેટથી ફાયદો થવાની સંભાવના પણ છે. ત્યારે નોકરીયાત વર્ગ પણ નાણામંત્રી પાસે ટેક્સ છૂટમાં સીમા વધારવાની આશા રાખી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી બજેટમાં ટેક્સ છૂટમાં કોઇ વધારો નથી કરવામાં આવ્યો. સાથે જ ગુજરાતના વેપારી વર્ગ પણ સરકાર પાસે ઘણી આશા રાખીને બેઠો છે.
હીરાના વેપારીઓની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાની માગ
કેન્દ્રીય બજેટને લઇ સુરતના વેપારીઓને અનેક આશા અપેક્ષા છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મેગા ટેક્સટાઈલ પાર્ક માટે ખાસ પ્રપોઝલ તૈયાર કરીને કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશ અને સી.આર.પાટીલને રજૂઆત કરી છે. આ મેગા પાર્ક માટે જગ્યાના સર્વે કરીને પણ ચેમ્બરે પ્રપોઝલ સાથે સ્થળ રજૂ કર્યા છે. અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતને મેગા ટેક્સટાઈલ પાર્ક મળે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. તો સુરતના હીરાના વેપારીઓને પણ ટેક્સમાં ઘટાડો થાય તેવી અપેક્ષા છે. વેપારીઓને એવી આશા છે કે કટ અને પોલિશ્ડ ડાયમંડની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં 7.5 ટકાથી 2 ટકાનો ઘટાડો કરવામાં આવે.

કોરોનાથી બેહાલ પ્રવાસન સેક્ટરને મળશે રાહત?
કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષમાં પ્રવાસન સેક્ટરને ઘણું નુકસાન થયું છે. ત્યારે આ બજેટમાં આ સેક્ટરને પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે ઘણી આશા છે. પ્રવાસન સેક્ટરના લોકોની માગ છે કે સરકાર ટેક્સમાં ઘટાડો કરે જેથી પ્રાદેશિક પ્રવાસન સેક્ટરને ફાયદો થાય. સાથે જ હોટલ્સ પર લગાવેલા 18 ટકા જીએસટીમાં ઘટાડો કરવાની માગ પણ કરવામાં આવી છે. વધારે ટેક્સના કારણે હોટલ્સના રૂમના ભાવમાં વધારો થઇ જાય છે. જેની અસર સીધી પ્રવાસન સેક્ટરને પડે છે. જો હોટલ્સમાં કોઇ ટેક્સ નહીં લાગે તો હોટલ્સના એક રૂમનું ભાડું 1 હજાર રૂપિયાથી ઓછું થઇ જશે.
નોકરીયાત વર્ગને થઇ શકે છે લાભ
નોકરીયાત વર્ગને ટેક્સની સીમામાં છૂટ મળે તેવી આશા છે. હાલ ટેક્સની સીમા અઢી લાખ રૂપિયા છે. ત્યારે ટેક્સપેયર્સ ટેક્સ છૂટને અઢી લાખ રૂપિયાથી વધારી 5 લાખ રૂપિયાની સીમા થાય તેવી માગ કરી રહ્યાં છે. જ્યારે સરકાર દ્વારા ટેક્સ છૂટને વધારી 3 લાખ રૂપિયા કરાય તેવી શક્યતા છે.
સેક્શન 80C અંતર્ગત વધી શકે છે ટેક્સમાં છૂટ
હાલ સરકાર ઇનકમ ટેક્સના સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ સુધીની છૂટ છે. અને નોકરી કરનારાઓને ટેક્સ બચત માટેનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. અગાઉ 1 લાખ રૂપિયાથી વધારે 1.5 લાખ છૂટ કરાઇ હતી.
ઓછી થઇ શકે છે ટેક્સ-ફ્રી એફડીનો લોક-ઇન પીરિયડ
ઇન્ડિયન બેન્ક એસોસિએશને સરકારને ટેક્સ-ફ્રી એફડીનો લોક-ઇન પીરિયડનો સમય ઓછો કરવાની માગ કરી છે. જે પહેલા 5 વર્ષ હતી. બેંકો દ્વારા વ્યાજ દરમાં તો ઘટાડો કરાયો છે. ત્યારે ઓછા વ્યાજ દરના કારણે લોકો હવે મ્યૂચુઅલ ફંડ અને એફડી સામે શેર બજારમાં વધુ રોકાણ કરી રહ્યાં છે.
Whatsapp share
facebook twitter