+

રેણુ યાજ્ઞિક અને ભરત યાજ્ઞિક

‘બાલસભા’ના તમામ બાલદોસ્તોને નાનીબેનના નમસ્તે..... ‘કભી કભી’ સુનનેવાલે સભી ચાહકો કો ભરત યાજ્ઞિક કા પ્યાર ભરા નમસ્કાર.... નાનીબેન એટલે રેણુ યાજ્ઞિક. આ અવાજ ઘરેઘરે એવી રીતે જાણીતો બન્યો હતો કે, જાણે એ નાનીબેન દરેક ઘરનાં સભ્ય બની ગયાં હતાં. અને ભરત યાજ્ઞિક તો એટલું જાણીતું નામ બની ગયેલાં કે, કોઈવખત તો એ એમનું પોતાનું નામ ન બોલે તો પણ સાંભળનારા એમનો અવાજ ઓળખી જાય. રાજકોટની સૌરાષ્ટ્à

બાલસભાના તમામ બાલદોસ્તોને નાનીબેનના નમસ્તે…..

કભી
કભીસુનનેવાલે સભી ચાહકો કો ભરત યાજ્ઞિક કા પ્યાર ભરા નમસ્કાર….

નાનીબેન
એટલે રેણુ યાજ્ઞિક. અવાજ ઘરેઘરે
એવી રીતે જાણીતો બન્યો હતો કે, જાણે નાનીબેન દરેક
ઘરનાં સભ્ય બની ગયાં હતાં.


અને
ભરત યાજ્ઞિક તો એટલું જાણીતું નામ બની ગયેલાં કે, કોઈવખત તો એમનું પોતાનું
નામ બોલે તો
પણ સાંભળનારા એમનો અવાજ ઓળખી જાય.


રાજકોટની
સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટીમાં એમનું ઘર શોધી રહી હતી. શેરીના એક ઘરના ફળિયામાં એક દાદા ઉભા હતાં. એમને પૂછ્યું કે, પ્રેમાલય ઘર ક્યાં આવ્યું? એમણે સામું પૂછ્યું, ભરતભાઈ અને રેણુબેને ત્યાં જવું છે? જવાબ આપ્યો કે, એમણે પ્રેમથી રસ્તો બતાવ્યો.



યુગલની સૌમ્યતા અને સરળતા દિલને સ્પર્શી જાય એવી છે. એમના અવાજનો જાદુ એવો છે કે અજાણી વ્યક્તિ પણ જાણે એમને ઓળખતી હોય રીતે રસ્તો
બતાવે. તો પ્રેમાલયમાં વસતાં અવાજના માલિકોની
આજે મુલાકાત લેવી છે.

 

આપણને
એમ થાય કે, એક યુગલ જે રેડિયોમાં એનાઉન્સર રહી ચૂક્યું છે એમની મુલાકાતમાં શું નવીન હશે?


યુગલ ત્યાં તો નોખું
તરી આવે છે. મને હજુ પણ યાદ છે, બાલસભાના નાનીબેનનો રણકો
અને અડકો દડકોમાં રેણુબેન યાજ્ઞિકની વાતો. ભરત યાજ્ઞિકનો ઘૂંટાયેલો અવાજ
અને એમના કાર્યક્રમમાં અજબગજબની ક્વિઝ તથા જ્ઞાનનો ખજાનો. કંઈકેટલાય પ્રયોગો કરીને એમણે રેડિયોની દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું, જમાવ્યું અને સાબિત કર્યું છે. બંને આજે આકાશવાણી રાજકોટ કેન્દ્રમાંથી નિવૃત્ત થઈ ગયાં છે. પણ સૌરાષ્ટ્રકચ્છમાં આજે પણ   યુગલનું
નામ બહુ આદરપૂર્વક લેવાય છે.


પ્રયોગાત્મક
નાટકો આપવા અને સમાજને કોઈ સંદેશો આપવો ભરતભાઈના દરેક
કામમાં મુખ્ય હેતુ રહે. બંને અવાજના જાદુગર, બંનેની પોતપોતાની ઓળખ છે એવું યુગલ એકમેકનાં
સાથીદારની સાથોસાથ એકમેકની તાકાત પણ ખરાં. મોકળાશ મળે તો તમારી આવડત એકબીજાં માટે અડચણ નહીં પણ મદદરૂપ બની રહે એનું ઉત્તમ ઉદાહરણ ભરતભાઈ અને રેણુબેન છે.


ભરતભાઈને
કલા, અભિનય અને દિગ્દર્શનનો વારસો મળ્યો અને રેણુબેન તો ઉંચા ગજાના પેઈન્ટર સનત ઠાકરના દીકરી એટલે સંગમ કંઈકેટલાય
ચમત્કાર સર્જે એમાં કોઈ
આશ્ચર્યની વાત નથી. યુગલે એમનો
તમામ વારસો દીકરા રાજુને ગળથૂથીમાં આપ્યો છે. અત્યારે રાજુભાઈ પણ આકાશવાણી રાજકોટમાં એનાઉન્સર તરીકે ફરજ બજાવે છે. આમ જુઓ તો ભરતભાઈએ 41 વર્ષ, રેણુબેને 35 વર્ષ આકાશવાણીમાં કામ કર્યું અને રાજુભાઈ 25 વર્ષથી આકાશવાણી સાથે જોડાયેલાં છે. પરિવારે રેડિયો
ભારતમાં શરુ થયો કરતાં પણ
વધુ વર્ષ રેડિયોમાં ફરજ બજાવી છે એવું લખીએ તો વધુ પડતું નથી. ગુજરાત રાજ્યમાં કોઈ યુગલને એમના કાર્યપ્રદાન બદલ ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો હોય તો યાજ્ઞિક યુગલ
છે.


સિતેરથી
વધુ વયની ઉંમર છે યુગલની પણ
એમના અવાજને ઉંમર નથી નડી. ભરત યાજ્ઞિક આજે પણ નાટકો લખે છે, દિગ્દર્શન કરે છે અને ભજવે પણ છે. રેણુબેન વગર તો એમનું તમામ સર્જન અધૂરું છે જાણે રીતે રેણુબેન
એમના દરેક પ્રોજેક્ટમાં જોડાયેલાં છે.


વિલિયમ
શેક્સપિયર હોય કે લિયો ટોલ્સટોય, રવિશંકર મહારાજ હોય કે પછી રાવણ, તુઘલખની ભૂમિકા હોય કે પછી ગાંધીજીની ભૂમિકા રુઆબદાર અવાજના માલિક ભરત યાજ્ઞિક પાત્રને જાણે
પી જાય છે. સ્ટેજ ઉપર અભિનય કરતી વખતે તેમનો આત્મા પાત્રમાં ઘૂસી
જાય એવું લાગે. રંગમંચની દુનિયામાં અને સૌરાષ્ટ્રમાં બહુ આદરભેર લેવાતાં નામ સાથેની
વાતો પણ બહુ મજાની રહી.


ભરતભાઈના
પિતા પ્રેમશંકર યાજ્ઞિક મુંબઈમાં રહેતાં. મુંબઈમાં તેમણે સાગર મૂવીટોન, મહેબૂબ પ્રોડક્શન, મિનરવા પ્રોડક્શન અને નેશનલ સ્ટુડિયોમાં કામ કર્યું. પછી એમણે
લાંબો સમય સુધી પૃથ્વીરાજ કપૂર સાથે પૃથ્વી થિયેટરમાં કામ કર્યું. રોટી પિક્ચરમાં પ્રેમશંકર યાજ્ઞિકે એક ભૂમિકા પણ ભજવેલી. ફિલ્મ બનાવવાની ધૂનમાં આર્થિક સ્થિતિ નબળી થઈ પછી કિસમત
તેમને રાજકોટ લઈ આવી.


1955ની સાલમાં
પ્રેમશંકર યાજ્ઞિકે કલા નિકેતન સંસ્થા સ્થાપી. જે આજે ભરતભાઈ અને એમનો દીકરો રાજુ ચલાવે છે. રાજુભાઈના પત્ની પ્રેમલ વ્યવસાયે પ્રોફેસર છે પણ તેમનો રોલ સંસ્થામાં પરિવારના
સપોર્ટમાં બહુ મોટો છે.

1955થી 1961 સુધી પ્રેમશંકરભાઈએ
સોળ નાટકો કર્યાં પછી
બેનર નીચે પાંસઠથી વધુ નાટકો તૈયાર થયાં છે. જેમાં ઐતિહાસિક નાટકો, લોકનાટકો, કોમેડી નાટકો, માયથોલોજીકલ નાટકોથી માંડીને અનેક નાટકો ભજવાયા છે. ડોક્યુમેન્ટરી અને બાયોગ્રાફી પણ ખરી અને મલ્ટી મિડીયા શોએક થા રાજુ પણ ખરું. એક થા રાજુ મલ્ટી મિડીયા શો રાજ કપૂરને શ્રદ્ધાંજલિ સમાન શો રહ્યો. જે સતત દસ વર્ષ સુધી અનેક શહેરોમાં બતાવતાં હતાં.
શોએ 1999થી 2009 સુધી લોકોના
દિલમાં રાજ કર્યું હતું. મહાપ્રયાણ નાટકે ભરત યાજ્ઞિક અને એમના અભિનયને ટોચ ઉપર બેસાડ્યાં. ઝવેરચંદ મેઘાણીને સ્ટેજ પર તાદ્શ્ય કરવાના હોય કે પછી લિયો ટોલ્સટોયની વાત કરવાની હોય કે પછી ગાંધીજીની વાત હોય તમામ નાટકો
તેમણે રાજકોટ સહિત આખા ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ ભજવ્યાં છે.

ભરતભાઈ
કહે છે, ’સાહિત્ય અને કલાનો સંગમ મારો શોખ બની ગયો. નાટકો પ્રત્યેની રુચિએ રંગમંચ તરફ
પણ વાળ્યો. 1962થી માંડીને 2003 સુધી આકાશવાણીના રાજકોટ સ્ટેશનમાં કામ કર્યું. હું એનાઉન્સર તરીકે સિલેક્ટ થયો હતો. અમારું પ્રમોશન ગ્રેડમાં ગણવામાં આવે. હું સુપર સિલેક્શન ગ્રેડ એનાઉન્સર ગણાઉં. ગુજરાતી સ્ટેશન પરથી પહેલી વખત હિન્દી કાર્યક્રમો શરુ કરવાનો વિચાર મને આવ્યો હતો.


1965ની સાલમાં
યુદ્ધ થયું ત્યારે જય ભારતી નામનો કાર્યક્રમ શરુ કર્યો. હિન્દીમાં પ્રસારિત થતો કાર્યક્રમ આખા
ભારતમાં પ્રચલિત થયો.‘ આજે જય
ભારતી કાર્યક્રમ રાજકોટ પ્રાયમરી ચેનલ પરથી એમનો દીકરો રાજુ કરે છે.

1977ની સાલમાં
વસુબેન ભટ્ટ સ્ટેશન ડાયરેક્ટર હતાં. કભી કભી નામના એક કાર્યક્રમની પ્રપોઝલ લઈને ભરતભાઈ એમની પાસે ગયા. વસુબેને પૂછ્યું, મટિરીયલ રેડી છેજો
કાર્યક્રમ લોકોને
નહીં ગમે તો મહિનામાં બંધ
કરી દઈશ. ભરતભાઈએ ચેલેન્જ લીધી
અને કભી કભી કાર્યક્રમ શરુ કર્યો. જેમાં તેમણે ફિલ્મીગેરફિલ્મી વાતો કહેવાનું શરુ કર્યું. લોકોને ખબર હોય એવી
અજાણી વાતો ભરતભાઈ એવી રસાળ શૈલીમાં કહે કે, શ્રોતા ખોવાઈ જાય. કાર્યક્રમમાં
ક્વીઝ પણ રાખતાં. દર રવિવારે દોઢ વાગે બપોરે કાર્યક્રમ સતત
27
વર્ષ ચાલ્યો.

એકબે યાદગાર પ્રસંગો ભરતભાઈ આપણી સાથે શેર કરે છે.


એક
વખત રામાયણ અંગે કોઈ સવાલ પૂછ્યો હતો. સવાલ પૂછ્યો પછી વિચાર આવ્યો કે, સવાલનો જવાબ
શ્રોતાઓ નહીં પણ મોરારિબાપુ આપે તો કેવું રહે? બરાબર દિવસોમાં
મોરારિબાપુની કથા જોડિયા ગામમાં ચાલતી હતી. ઓફિસ તરફથી ખાસ વાહન તો મળે એમ હતું નહીં. હું અને મારા કલીગમિત્ર સુભાષ દેસાઈ મોટાં મોટાં રેકોર્ડર લઈને સ્કૂટર પર નીકળી પડ્યાં. આજના જમાનાની જેમ મોબાઈલ પર સંદેશો પહોંચાડીને અપોઇન્ટમેન્ટ તો લઈ શકાય તેમ હતી. બાપુ કથા
સિવાયના સમયમાં મૌન રાખતાં આથી સમયને અનુરુપ
શેડ્યુલ ગોઠવીને અમે બાપુ સાથે ગોષ્ઠી કરી અને કભી કભી કાર્યક્રમના બીજા અંકમાં બાપુ સાથે શ્રોતાઓને જોડ્યાં.


બીજો
એક કિસ્સો તો દિલના તારને ઝણઝણાવી દે એવો છે. આકાશવાણીના સૂત્રની જેમ બહુજન હિતાય બહુજન સુખાયને વરેલાં ભરતભાઈ આજે પણ  કિસ્સો
સંભળાવતાં એકદમ રોમાંચિત થઈ ઉઠે છે.


2001ની સાલમાં
ધરતીકંપ આવ્યો. કચ્છના ભચાઉ નજીકના એક ગામમાં રહેતો એક યુવક ડરીને વડોદરા રહેવા ચાલ્યો ગયો. ત્રણ ચાર દિવસ પછી એક કાર્યક્રમ કર્યો જેમાં ધરતીકંપની વાતોને પણ વણી લીધી. જેમાં કહ્યું કે, એક ઘટના
છે પસાર થઈ
ગઈ. એક અકસ્માત હતો થઈ ગયો.
હવે ધરતી માને
છોડીને ક્યાંય જવું જોઈએ.
આવી વાતો કરીને મધર ઈન્ડિયા ફિલ્મનું ગીત મૂક્યું, માતા બુલા રહી હૈ તુમ્હે હાથ જોડકર…. ગીત સાંભળીને
પેલો યુવક વડોદરાથી એના ગામ પાછો ચાલ્યો ગયો. એણે ફોન કરીને આખી ઘટના મને કહી ત્યારે હું એકદમ રોમાંચિત થઈ ગયેલો. પછી એને મળવાની મારી ઈચ્છાને હું રોકી શક્યો. એને ખાસ
મળવા માટે ભચાઉ ગયેલો.


અગાઉના
સમયમાં રેડિયો સિવાય કોઈ માધ્યમ હતું આથી
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત એમ ત્રણેય રાજ્યોના શ્રોતાઓ તેમની સાથે જોડાયેલાં રહેતાં. ભરતભાઈના બે પુસ્તકો યાત્રા એક શૂન્યની અને શ્રોતા દેવો ભવ: પ્રકાશિત થયા છે. શ્રોતાઓ વિશેના પુસ્તકમાં ત્રણ ભાગ કર્યાં છે. પહેલી સભા, બીજી સભા અને ત્રીજી સભા આમ ત્રણેય સભામાં શ્રોતાઓ સાથેના સંભારણા આવરી લીધાં છે. નિવૃત્તિના દિવસનો કાર્યક્રમ યોજાયો હતો પણ શ્રોતાઓના
પ્રેમના કારણે હાઉસફૂલ ગયો
હતો.


ભરતભાઈએ
પંદર નાટકો લખ્યા છે, સોથી વધુ નાટકો પ્રોડ્યુસ કર્યાં અને સારા નાટકો વધુને વધુ લોકો સુધી પહોંચે માટે ડ્રામા
ફેસ્ટીવલ પણ તેમણે યોજ્યાં છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, મુંબઈથી માંડીને અનેક શહેરોમાં તેમના નાટકોના શોઝ ભજવાયા છે.


અવાજ
તમારી ઓળખ બને તો ક્યાં ક્યાં સુધી લોકો તમને તમારા માને એનો એક સરસ અનુભવ ભરતભાઈ કહે છે, એક વખત હું આહવા ગયેલો. યુવક મહોત્સવમાં કેટલીક કૃતિઓને મારે જજ કરવાની હતી. રિઝલ્ટ ડિકલેર કરવા માટે મેં માઈક હાથમાં લીધું. હું તો બોલવા લાગ્યો. ચીફ ગેસ્ટ તરીકે આહવાના કલેક્ટર હતાં. એમણે કોઈ દ્વારા પૂછાવ્યું કે, તમે કભી કભીવાળા ભરત યાજ્ઞિક
છોને? પછી હું એમને મળ્યો અને એમણે મને એવું કહ્યું કે, તમારા કાર્યક્રમ અને અવાજ સાંભળીને મોટાં થયાં છીએ. તમે જ્ઞાન અને મનોરંજન બંને પીરસતાં હતાં.


કવિ
પ્રદીપજી, સોહરાબ મોદી, પૃથ્વીરાજ કપૂરથી માંડીને અનેક હસ્તીઓના ઇન્ટરવ્યૂ તેમણે કર્યાં છે. 1959ની સાલનો એક મજાનો કિસ્સો ભરતભાઈ કહે છે, ’પૃથ્વીરાજ કપૂર બલરામ કૃષ્ણ મૂવીના પ્રમોશન માટે રાજકોટ આવવાના હતાં. એમનો આવવાનો દિવસ નક્કી થયો એટલે મેં એમને પત્ર લખ્યો. જેમાં પપ્પા એમને ત્યાં કામ કરતાં હતાં એની વાત કરી અને મળવાની ઈચ્છા દર્શાવી. એમનો કંઈ જવાબ આવ્યો. દિવસોમાં
એરપોર્ટ પર ખાસ સિક્યોરીટી તો હતી નહીં. એમનું પ્લેન લેન્ડ થયું પહેલાં હું
સાયકલ લઈને પહોંચી ગયો. જેવા પસાર
થયાં એટલે મેં હાથ ઉંચો કરીને કહ્યું પાપાજી મેં ભરત. આપકો મૈંને લેટર લિખા થા. તો પૃથ્વીરાજ કપૂરે મારી સામે જોયું. અને અચાનક યાદ આવ્યું
હોય એમ માથું હલાવ્યું. પછી હું તો ચૂપ થઈને ઉભો હતો. તો એમણે મને સામેથી પૂછ્યું, બેટાજી, ઘરપે નહીં બુલાઓગે? સવાલ મારા
માટે અપેક્ષા બહારનો હતો. મેં પૂછ્યું, સચ મેં આપ મેરે ઘર આઓગે? એમણે કહ્યું, અપને સારે નાટક કે કલાકારો કો ઈકઠ્ઠા કર લે. મૈં ચાર બજે આઉંગાં. હવે બીજી સમસ્યા થઈ. મેં તો એમને કહી દીધું કે, હું તો એરપોર્ટ પર પણ સાયકલ લઈને આવ્યો છું. મારી પાસે તમને મારા ઘરે લઈ જવા માટે કાર પણ નથી. તો એમણે મારી સમસ્યાનું સમાધાન કરી દીધું કે, તુ પોણેચાર બજે મેરે પાસ જાના. મેરી ગાડીમેં
હમ જાયેંગે.


પૃથ્વીરાજ
કપૂરે મારા દીકરા રાજુને રમાડ્યો. વાતો કરી. મેં તો દીકારનું નામ રાજ કપૂરની મૂવીમાં એમના પાત્રનું નામ રાજુ હોય છે પરથી પાડ્યું
છે વાત પણ
કરી. એમણે નાટકના નાનામાં નાના કલાકાર સાથે બહુ પ્રેમથી વાત કરી. ઉંચા દરજ્જાનો કલાકાર પણ આટલો નમ્ર હોય શકે અનુભવીને હું
એમનામાંથી ઘણું શીખ્યો.


પોતાના
અનુભવો અને ભૂલોમાંથી તેઓ ઘણું શીખ્યા છે. પછી
ભરતભાઈએ ભરત યાજ્ઞિક નાટક થેરાપી શરુ કરી છે. જેમાં નવી પેઢીના લોકોને તૈયાર કરે
છે. અત્યાર સુધીમાં લગભગ સિતેર જેટલાં કલાકારોને તેમણે તૈયાર કર્યાં છે.

ભરતભાઈ
કહે છે, ‘મારી ગૃહસ્થ જિદંગી ડાઇનીંગ ટેબલથી રાઇટીંગ ટેબલમાં રહી છે.
બધું કામ રેણુએ
સંભાળ્યું છે. એનો સાથ હોત તો
નાટકની દુનિયામાં કે રેડિયોની દુનિયામાં હું આટલું કામ કરી શક્યો
હોત. મારે માથે ઘરની એકપણ જવાબદારી એણે નાખી નથી. મને સંશોધન કરવા માટે જવું હોય કે પછી કોઈ રેકોર્ડિંગ માટે જવું હોય રેણુનો સાથ મારા માટે હંમેશાં તાકાત બનીને રહ્યો છે.’


નાટક
સાથે જોડાયા તે દિવસોની વાત છે. એક સાંજે ભરતભાઈનું પ્લે હતું જેમાં એમનો ડબલ રોલ હતો. ઓફિસમાંથી એમને દિવસે
મેમો મળ્યો કે, તમે આકાશવાણીના કર્મચારી છો. તમે નાટકો કરી શકો.
નોકરીનું જોખમ આવી ગયું અને નાટકનો શો ટિકિટ શો હતો. પાછો ઠેલાય
તેમ હતો. મેમોના
શબ્દોને ખંખેરીને નાટક ભજવ્યું. પછી આકાશવાણીને વિચારીને જવાબ પણ આપ્યો કે, હું તો અહીં એનાઉન્સર છું. જે મારી ફરજમાં આવે છે સિવાયનું કરું
એમાં આકાશવાણીને વાંધો હોવો જોઈએ.



વાતચીત ચાલતી હતી ત્યાં ભરતભાઈનો ફિઝીયોથેરાપી
લેવાનો સમય થઈ ગયો. આવજો કહેતાં પહેલાં એમણે એક સરસ કિસ્સો કહ્યો કે, કભી કભી મારો લાઈવ શો હતો. વીસ વર્ષ પહેલાં મને કાનમાં તકલીફ થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું કે, ઓપરેશન તો કરવું પડશે. ભરતભાઈએ એવું
કહ્યું કે, મારો કભી કભી કાર્યક્રમ પડે નહીં દિવસોમાં ઓપરેશન
કરો તો હા નહીં તો નથી કરાવવું ઓપરેશન. મંગળવારે ઓપરેશન થયું અને રવિવારે હું પાટો બાંધીને કભી કભી લાઈવ શો કરવા આવેલો.


રેણુબેનને
મળી ત્યારે પહેલો ઉમળકો તો હતો
કે, બાલસભાના નાનીબેનને હું આજે રુબરુ મળી રહી છું. નાના હતાં ત્યારે એક કલ્પના હતી કે, બાલસભાના નાનીબેન અને અડકો દડકોના સંચાલક કે એન ઘેન દિવા ઘેન કાર્યક્રમમાં જે અવાજ આવે છે એનો ચહેરો કેવો હશે?


એવા
રેણુબેને મારી ઉંમરના અને મારાંથી મોટી ઉંમરના પણ અનેક લોકોના દિલ પર રાજ કર્યું છે. વિખ્યાત ચિત્રકાર સનત ઠાકરના દીકરી એવા રેણુબેનનો ઝુકાવ પહેલેથી અભિનય અને સાહિત્યમાં રહ્યો છે. અનેક નાટકોમાં ભૂમિકા ભજવી છે, ફિલ્મમાં અભિનય કર્યો છે. સનતભાઈ વિરાણી બોયઝ સ્કૂલમાં ચિત્ર ભણાવતાં. શિક્ષકોના બાળકો શાળામાં ભણી શકે. આજથી સાંઈઠ વર્ષ પહેલાં રેણુબેન બોયઝ સ્કૂલમાં ભણતાં. રેડિયો પર ભલે રેણુબેન નાનીબેન હતાં પણ પરિવારમાં તેઓ પાંચ ભાંડરડામાં મોટીબેન હતાં!


ભરત
યાજ્ઞિક અને સનત ઠાકર સંગીત નાટક અકાદમીમાં સાથે ભણતાં. દિવસોમાં સનતભાઈ
દીકરી રેણુને સાયકલ પર બેસાડીને અકાદમીમાં લાવતાં. સનતભાઈની આંખોએ પારખી લીધું કે, ભરતભાઈને એમની દીકરી પસંદ છે. ભરતભાઈના પપ્પા પાસે જઈને તેમણે માગું નાખ્યું. અને રેણુબેન ભરતભાઈની
જિંદગીમાં આવ્યાં.

નાના
હતાં ત્યારે ભાડે રહેતાં ડેલામાં નાટકો
ભજવતાં. મકાનમાલિક મોટી લાઇટ ગોઠવી આપતાં અને શેરીના તમામ લોકોને હાથે લખેલું નિમંત્રણ પાઠવીને નાટક જોવા બોલાવતાં. અવાજના આરોહ અવરોહ પર સરસ મજાનો કાબૂ. સ્પષ્ટ ગુજરાતી બોલતાં એટલે રેણુબેનને 1970ની સાલમાં રાજકોટ આકાશવાણીમાં એનાઉન્સર તરીકે નોકરી મળી. પછી એમનો
અવાજ જાણે એમની ઓળખ થઈ ગયો. અને ઘરેઘરે જાણીતાં થઈ
ગયાં.


નાનાંમોટાં મળીને લગભગ ત્રણ હજારથી વધુ નાટકોમાં ભૂમિકા ભજવનારા રેણુબેન કહે છે, ‘શહેરી બાળકો માટે, ગ્રામ્ય બાળકો માટે, શહેરની સ્ત્રીઓ માટે અને ગામડાંની બહેનો માટે, ભૂલકાંઓ માટે એમ અલગ અલગ કાર્યક્રમોની જવાબદારી મારી ઉપર રહેતી. બાલસભા દર રવિવાર થતી. જેમાં દૂરદૂરની અને શહેરની શાળાઓના બાળકો ભાગ લેવા આવતાં. આખો રેકોર્ડિંગ સ્ટુડિયો ખચોખચ ભરેલો હોય. કેટલીકવાર તો નાનાંનાનાં બાળકો મારાં ખોળામાં બેઠાં હોય અને હું નાનીબેન તરીકે કાર્યક્રમમાં વાત કરતી હોઉં.



એક કાર્યક્રમ એવો હતો જેમાં રીબડાં જેવા નાનકડાં ગામથી માંડીને લંડનનો છોકરાંવ પણ વાર્તાકાર તરીકે કે પોતાની આવડત પર્ફોમ કરવા આવી શકતાં. બાલસભા લાઇવ કાર્યક્રમ રહેતો. ઘણીવાર બાળકો રિહર્સલમાં બરોબર વાતો કરે પણ લાઇવ કાર્યક્રમમાં અપશબ્દો બોલી દેતાં. આવું થતું ત્યારે મને મેમો મળતો. મારી પાસે દિવસોમાં બે
ફાઈલો રહેતી. એકમાં મને મળેલાં મેમો હોય અને બીજાં મેં એક ખુલાસો કર્યો
હોય કે, બાળકે ભૂલ કરી. આઈ એમ સોરી.’


દીકરો
રાજુ સામે બેઠો હતો એની સામે આંગળી ચીંધીને રેણુબેન કહે છે, ‘નાટક ભજવવાનું હોય સાંજે મને
સૌથી વધુ ટેન્શન હોય. આખો દિવસ રાજુને એટલો રમાડું અને સૂવા દઉં જેથી
રાત્રે શોના
સમયે સૂતો રહે. પણ કોણ જાણે કેમ ભરઉંઘમાં મારો અવાજ
સાંભળી જતો અને સ્ટેજ પાસે જઈને માઇકમાં સંભળાય એમ બોલી ઉઠતો કે, મમ્મી એન્ટ્રી નહીં કરે! શો વખતે સૂવાનું નામ લે. થોડો મોટો
થયો પછી એને અમારાં બંનેનું કામ સમજાવા લાગ્યું અને પણ નાટકમાં
રોલ ભજવવા લાગ્યો. એક સમય તો એવો હતો કે, અમે ઘરના ત્રણે ત્રણ સભ્યો એક ઓફિસમાં એક
ઘરેથી જતાં.’


રેણુબેનના
અવાજની લોકપ્રિયતા એટલી હતી કે, શાક લેવા
જાય તો શાકવાળી બાઈ પણ એમનો અવાજ ઓળખી જતાં. તરત કહેતાં કે,
તમે બાલસભાના નાનીબેન છોને?


પોતાના
કાર્યકાળ દરમિયાન રેણુબેને અભિનેત્રી નૂતન, કોમેડિયન મહેમૂદ, ઉચ્છરંગરાય ઢેબર, ફેશન ડિઝાઇનર લીના દરુ, સ્વાતંત્ર્યસેનાનીઓના ઇન્ટરવ્યૂ લીધાં છે. મહેમૂદને અડકો દડકો કાર્યક્રમમાં બાળકો સાથે બહુ મજા આવી ગઈ હતી. અને કાર્યક્રમમાં હાજર
રહેલાં તમામ બાળકો માટે કોમેડિયન મહેમૂદની મુલાકાત યાદગાર રહી હતી. સ્ક્રીન ઉપર હસાવતાં મહેમૂદજીએ બાળકોને દિવસે પેટ
દુઃખી જાય એટલું હસાવ્યાં હતાં.


રેણુબેન
પોતાના કાર્યક્રમનું સ્ક્રિપ્ટિંગ જાતે કરતાં. ઓફિસમાં
રિસર્ચ કરી લે અને ત્યાં લખતાં. ઘરની કોઈ
જવાબદારી એમની ક્રિએટીવીટીને આડે નથી આવી. નિકટના વ્યક્તિનો કોઈ દુઃખદ પ્રસંગ હોય તો પણ દુઃખ એમના
અવાજમાં ક્યારેય ડોકાયું નથી. સ્વરઅવાજને વરેલું યુગલ રેડિયોની
દુનિયાની મહામૂલી સંપત્તિ છે. એમનાં જેટલું અંગ્રેજી શબ્દોના ઉપયોગ વગરનું સ્પષ્ટ ગુજરાતી બોલતાં લોકોની સંખ્યા ધીમેધીમે ઘટી રહી છે. એફ એમ રેડિયો અને એન્કરીંગને પોતાનો પ્રોફેશન બનાવવા ઈચ્છતાં દરેક યુવકયુવતીએ એક વખત તો યુગલને મળવું
જોઈએ. એમનું ઘર
પ્રેમાલયની સાથોસાથ જાણે શબ્દાલય હોય એવું લાગે છે.  

Whatsapp share
facebook twitter